ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર જિ. પો. ની હદમાં આવતા વિસ્તારમાં મોટો ફેરફાર, વાંચો વિગત

ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરી આ વિસ્તારોને અમદાવાદમાં સમાવવામાં આવ્યા છે.
10:23 PM May 13, 2025 IST | Vipul Sen
ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરી આ વિસ્તારોને અમદાવાદમાં સમાવવામાં આવ્યા છે.
Gandhinagar_Gujarat_first
  1. Gandhinagar જિલ્લા પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ફેરફાર કરાયો
  2. ગાંધીનગર જિલ્લાના પોલીસ મથકોના વિસ્તારને અમદાવાદ પોલીસ મથકમાં સમાવાયા
  3. ગાંધીનગર જિલ્લામાં આવતા વિસ્તારને ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરી અમદાવાદમાં સમાવાયા
  4. સોલા, એરપોર્ટ, ચાંદખેડા, સરખેજ, વટવા જીઆઈડીસી સહિત 8 પોલીસ મથકનો સમાવેશ

અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) અને ગાંધીનગર જિલ્લા પોલીસની હદમાં આવતા વિસ્તારોમાં મોટો ફેરફાર કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) પોલીસ મથકોનાં વિસ્તારને હવે અમદાવાદ શહેર પોલીસ મથકમાં સમાવવામાં આવ્યા છે. અમદાવાદના 8 પોલીસ મથકોમાં આ વિસ્તારોને સામેલ કરાયા છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરી આ વિસ્તારોને અમદાવાદમાં સમાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Mahesana: કડી અને નંદાસણ હાઈવે પર અકસ્માતમાં 4 ના મોત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર જિલ્લા પોલીસ મથકનાં 8 વિસ્તારોમાં ફેરફાર

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ મથકની હદમાં આવતા કેટલાક વિસ્તારોમાં ફેરફાર કરાયો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા જાહેર સૂચના મુજબ, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લાનાં (Gandhinagar) પોલીસ મથકનાં 8 જેટલા વિસ્તારોને હવે પોલીસ કમિશનરેટ અમદાવાદ શહેરમાં (Ahmedabad City Police Station) સામેલ કરાયા છે.

આ પણ વાંચો - Tiranga Yatra : 'ઓપરેશન સિંદૂર' કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતીક : CM ભૂપેન્દ્ર પટેલ

સામાન્ય જનતાની સગુમતા અને વહીવટી અનુકૂળતા માટે નિર્ણય

માહિતી અનુસાર, સોલા, એરપોર્ટ, ચાંદખેડા (Chandkheda), સરખેજ, વટવા જીઆઈડીસી (Vatva GIDC) સહિત 8 પોલીસ મથકનો સમાવેશ અમદાવાદનાં 8 પોલીસ મથકોમાં કરાયો છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર કરી આ ફેરફાર કરવામાં આવ્યો છે. મ વિસ્તારોનાં ફેરફારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Jamnagar : હાઈ ટેન્શન વીજલાઈનમાં વીજ શોક લાગતા પરિવારના મોભીનું મોત

Tags :
Ahmedabad City Police StationAhmedabad RuralairportChandkhedaGandhinagarGandhinagar District Police StationsGujarat PolicegujaratfirstnewsPolice Commissionerate Ahmedabad CitySarkhejSolaTop Gujarati Newvatva gidc
Next Article