Gandhinagar : 3 પેટ્રોલ પંપના માલિકની 2 દીકરીઓના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યા! પિતા હજી ગુમ
- Gandhinagar માં બે દીકરીઓ સાથે પિતાનો આપઘાત
- બે નાની દીકરીઓની લાશ નર્મદા કેનાલમાંથી મળી
- ઘટનામાં પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી
- ધીરજ રબારી બોરીસણા ગામના વતની હોવાનું સામે આવ્યું
- બંને દિકરીનું આધાર કાર્ડ કઢાવવાનું કહીને નીકળ્યા હતા
- ઘરે પરત ન ફરતા સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
- કલોલ પાસેની નર્મદા કેનાલમાંથી દીકરીઓની લાશ મળી
Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેના સમાચાર સાંભળીને દરેકનું મન દ્રવી ગયું છે. બોરીસણા ગામના નિવાસી અને 3 પેટ્રોલ પંપના માલિક ધીરજભાઈ ભલાભાઈ રબારી પોતાની 2 નાની દીકરીઓ સાથે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. આજે સવારે તેમની બંને દીકરીઓના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યા છે, જ્યારે પિતાની શોધખોળ હજી પણ ચાલુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રબારી સમાજ અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પાથરી દીધી છે.
આધાર કાર્ડ કઢાવવાનું કહીને નીકળ્યા અને પછી...
પ્રાપ્ત માહિતી મુજબ, ધીરજભાઈ રબારી બુધવારે (7 નવેમ્બર) સવારે પોતાની 2 દીકરીઓને સાથે લઈને ઘરેથી નીકળ્યા હતા. પરિવારને કહ્યું હતું કે તેઓ દીકરીઓના આધાર કાર્ડ બનાવાવવા જઈ રહ્યા છે. પરંતુ સાંજ સુધી તેઓ ઘરે પરત ફર્યા નહીં. પરિવારજનોએ ચિંતા અનુભવી અને મોડી રાત્રે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ધીરજભાઈના મોબાઈલ લોકેશનને ટ્રેક કર્યું. પરિવારને ધીરજભાઈએ પોતાનો મોબાઈલ પાસવર્ડ અને ગાડીનું લોકેશન મોકલ્યું હતું, જે બાદ પોલીસને શેરીસા નજીક નર્મદા કેનાલ પાસે તેમની ગાડી મળી આવી. આ સાથે જ શંકા વધુ ઊંડાઈ ગઈ કે કદાચ કંઈક અનિચ્છનીય થયું હશે.
ગાંધીનગરમાં બે દીકરીઓ સાથે પિતાનો આપઘાત
બે નાની દીકરીઓની લાશ નર્મદા કેનાલમાંથી મળી
ઘટનામાં પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી
ધીરજ રબારી બોરીસણા ગામના વતની હોવાનું સામે આવ્યું
બંને દિકરીનું આધાર કાર્ડ કઢાવવાનું કહીને નીકળ્યા હતા
ઘરે પરત ન ફરતા સાંતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
કલોલ…— Gujarat First (@GujaratFirst) November 8, 2025
કેનાલમાંથી દીકરીઓના મૃતદેહ મળી આવ્યા (Gandhinagar)
આજે સવારે Gandhinagar ના કલોલ તાલુકાના પિયજ ગામની સીમામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ધીરજભાઈની બંને નાની દીકરીઓના મૃતદેહ મળી આવ્યા. તરત જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRF ટીમ દ્વારા કેનાલમાં વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરંતુ ધીરજભાઈનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાએ માત્ર રબારી સમાજને જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધો છે. પોલીસ દ્વારા બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધીરજભાઈનો પરિવાર અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિ
ધીરજભાઈ રબારી એક સુખી સંપન્ન પરિવાર ધરાવતા હતા. તેમને કલોલના વડસર વિસ્તારમાં એક અને અન્ય બે સ્થળોએ કુલ 3 પેટ્રોલ પંપના માલિકી હક્કો હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં પત્ની, માતા-પિતા અને બે દીકરીઓ હતા. આર્થિક રીતે મજબૂત હોવા છતાં તેમણે આપઘાત જેવું પગલું કેમ ભર્યું, તે અંગે હજી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ બાબતે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે, જેમાં વ્યક્તિગત તણાવ, કુટુંબિક કલેશ કે અન્ય કોઈ આર્થિક કારણો પણ સામેલ હોઈ શકે છે.
પોલીસની કાર્યવાહી અને તપાસનો દોર
સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. મૂછાળે જણાવ્યું કે ગુમશુદગીની ફરિયાદ બાદ તરત જ શોધખોળ શરૂ કરી હતી. ધીરજભાઈની ગાડી શેરીસા નર્મદા કેનાલની આસપાસથી મળી હતી. હાલમાં ફાયર બ્રિગેડ અને SDRFની ટીમો કેનાલમાં સતત શોધખોળ કરી રહી છે જેથી ધીરજભાઈનો પત્તો મળી શકે. પોલીસ ધીરજભાઈના મોબાઈલ રેકોર્ડ્સ, છેલ્લા દિવસોના વ્યવહાર અને નજીકના લોકોના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
સ્થાનિકોમાં શોક અને ચિંતાની લાગણી
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પાથરી દીધી છે. ખાસ કરીને બે નિર્દોષ દીકરીઓના મોતથી સૌને ભારે આઘાત લાગ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધીરજભાઈ હંમેશા હસમુખ સ્વભાવના અને સમાજમાં સક્રિય વ્યક્તિ હતા. કોઈને પણ તેમના આ પ્રકારના નિર્ણયની કયારેય આશંકા નહોતી. સૂત્રોની માનીએ તો રબારી સમાજના આગેવાનો અને ગામલોકો ધીરજભાઈને શોધવા માટે પોલીસની સાથે સહકાર આપી રહ્યા છે અને પરિવારમાં શાંતિ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Accident in Ahmedabad : શહેરના થલતેજ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત! 1નું મોત


