Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : લોકોના પૈસા કેવી રીતે બચે તે માટે PM મોદીએ GST રિફોર્મ કર્યુ : CM ભૂપેન્દ્ર પટેલ

આજથી આપણા માટે બચતનો અવસર શરૂ થાય છે. દરેક વેપારી ગ્રાહક સુધી લાભ મોકલે તેવો PM મોદીનો આગ્રહ છે.
gandhinagar   લોકોના પૈસા કેવી રીતે બચે તે માટે pm મોદીએ gst રિફોર્મ કર્યુ   cm ભૂપેન્દ્ર પટેલ
Advertisement
  1. Gandhinagar માં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરાઈ
  2. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ રહ્યા હાજર, GST રિફોર્મ બાબતે સીએમનું નિવેદન
  3. GST રિફોર્મનો લાભ આજથી પ્રજાજનોને મળશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ
  4. PM મોદીના GST રિફોર્મના નિર્ણયને લઈ માન્યો આભાર
  5. "કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આજથી શરૂ થવા જઈ રહી છે"

Gandhinagar : આજથી નવરાત્રિનાં મહાપર્વનો પ્રારંભ થયો છે. આ પાવન અવસરે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) નાગરિકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સારી રીતે નવરાત્રિ મનાવીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય. આ સાથે તેમણે પીએમ મોદીનાં (PM Modi) 'સ્વદેશી અપનાવીએ, સ્વદેશી ખરીદીએ' અને 'આત્મનિર્ભર ભારત'નાં અભિયાનમાં સામેલ થવા દરેક નાગરિકને અપીલ પણ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : આંગડિયા પેઢીની કાર રોકી, રૂ. 50 લાખ ચાઉં કરનાર 2 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી!

Advertisement

લોકોના પૈસા કેવી રીતે બચે તે માટે PM મોદીએ GST રિફોર્મ કર્યુ : CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં (Gandhinagar) યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આજથી માં અંબાની આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં શક્તિના ઉપાસક છે. નવરાત્રિનાં પહેલા દિવસથી GST રિફોમ્સ શરૂ થઈ રહ્યું છે. આજથી 'બચત ઉત્સવ' શરૂ થઈ રહ્યો છે. GST રિફોર્મનો (GST Reform) લાભ આજથી પ્રજાજનોને મળશે. લોકોનાં પૈસા કેવી રીતે બચે તે માટે PM મોદીએ GST રિફોર્મ કર્યું છે. આજથી આપણા માટે બચતનો અવસર શરૂ થાય છે. દરેક વેપારી ગ્રાહક સુધી લાભ મોકલે તેવો PM મોદીનો આગ્રહ છે. આપણે સ્વદેશી વસ્તું વેચવા અને ખરીદવાનો આગ્રહ રાખીએ તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ! સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

ગુજરાતમાં 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીના GST રિફોર્મનાં નિર્ણયને લઈ આભાર માન્યો અને કહ્યું કે, જીએસટી રિફોર્મનો લાભ આજથી પ્રજાજનોને મળતો થશે. જણાવી દઈએ કે, આજથી ગુજરાતમાં 94 નવી 108 એમ્બ્યુલન્સ પણ ઉમેરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના (Rushikesh Patel) હસ્તે ફ્લેગ ઓફ કરાયું. સ્વાસ્થ્ય યોજના બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાત્કાલિક સારવારનાં નવા સાધનોયુક્ત આ નવી એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સમાં જ તમામ સુવિધા રહેશે. આ સાથે સીએમએ જણાવ્યું હતું કે, કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (Employee Health Protection Scheme) આજથી શરૂ થવા જઈ રહી છે.

આ પણ વાંચો - દ્વારકામાં એક વર્ષ માટે 144 લાગું કરવા માટે જાહેરનામું, વાત પહોંચી Gujarat High Court

Tags :
Advertisement

.

×