Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : જાણો પ્રભારીમંત્રી તરીકે કોણે મળી કયા જિલ્લાની જવાબદારી ? જુઓ લિસ્ટ

રાજ્યમાં સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે સરકારે જિલ્લા પ્રભારીમંત્રીઓની ફાળવણી કરી છે. મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવાયા છે. રિપીટ કરાયેલા મંત્રીઓનાં પ્રભારી જિલ્લા યથાવત રખાયા છે. 6 મંત્રીને સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપાઈ છે. જીતુભાઈ વાઘાણી અમરેલી અને રાજકોટનાં પ્રભારી મંત્રી બનાવ્યા છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલને અમદાવાદ અને વાવ-થરાદની જવાબદારી સોંપાઈ છે.
gandhinagar   જાણો પ્રભારીમંત્રી તરીકે કોણે મળી કયા જિલ્લાની જવાબદારી   જુઓ લિસ્ટ
Advertisement
  1. રાજ્ય સરકારે જિલ્લા પ્રભારી મંત્રીઓની ફાળવણી કરી (Gandhinagar)
  2. મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવવામાં આવ્યા
  3. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને જિલ્લા ફાળવાયા
  4. રિપીટ કરાયેલા મંત્રીઓનાં પ્રભારી જિલ્લા યથાવત રખાયા
  5. હર્ષભાઇ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી
  6. જીતુભાઈ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી બનાવ્યા

Gandhinagar : રાજ્યમાં સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રભારીમંત્રીઓની (District-in-Charge Ministers) ફાળવણી કરી છે. મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવવામાં આવ્યા છે. રિપીટ કરાયેલા મંત્રીઓનાં પ્રભારી જિલ્લા યથાવત રખાયા છે. જ્યારે 6 જેટલા મંત્રીને સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને (Harshbhai Sanghvi) ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) અમરેલી અને રાજકોટનાં પ્રભારી મંત્રી બનાવ્યા છે.

આ પણ વાંચો - Vadodara : 20 દિવસમાં સરવે કરવા અધિકારીઓને MLA કેતનભાઈ ઈનામદારની સૂચના!

Advertisement

Gandhinagar, હર્ષભાઇ સંઘવીને ગાંધીનગર-વડોદરાની જવાબદારી સોંપાઈ

રાજ્ય સરકારે સુવ્યવસ્થિત સંચાલન માટે આજે નવા મંત્રીમંડળનાં સભ્યોને જિલ્લા પ્રભારીમંત્રી તરીકેની જવાબદારી સોંપી જિલ્લાઓની ફાળવણી કરી છે. જે હેઠળ મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવવામાં આવ્યા છે. જ્યારે રિપીટ કરાયેલા મંત્રીઓનાં પ્રભારી જિલ્લા યથાવત રખાયા છે. માહિતી અનુસાર, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને (Harshbhai Sanghvi) ગાંધીનગર (Gandhinagar) અને વડોદરાનાં પ્રભારીમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી (Amreli) અને રાજકોટનાં પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરો - વરાછા MLA કુમારભાઈ કાનાણીએ CMને પત્ર લખી કરી મજબૂત માંગણી

ઋષિકેશભાઈ પટેલને અમદાવાદ અને વાવ થરાદની જવાબદારી

ઉપરાંત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલને (Rushikeshbhai Patel) અમદાવાદ અને વાવ-થરાદની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને (Kunvarjibhai Bavaliya) પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે, અર્જુનભાઈ મોઢવાડિયાને (Kunvarjibhai Bavaliya) જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારીમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને (Prafulbhai Pansuriya) ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - સરકારી દવાની આડમાં છુપાવીને પંજાબથી રાજકોટ લઈ જવાતો 30 લાખ રૂપિયાનો Smuggled Liquor પોલીસે કબજે કર્યો, બેની ધરપકડ

Tags :
Advertisement

.

×