Government Jobs : શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ? આવ્યા આ મોટા સમાચાર
- સરકારી નોકરીની તૈયારી કરનારા માટે મોટા સમાચાર (Government Jobs)
- રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં કરાયો મોટો ફેરફાર
- મીનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી
- ઉમેદવારોની વય મર્યાદા 33થી વધારીને 35 વર્ષ કરાઈ
- મહેસૂલ વિભાગ દ્વારા ભરતી નિયમ અંગે નોટિફિકેશન
Government Jobs : સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. રેવન્યુ તલાટીની (Revenue Talati) ભરતીનાં નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. હવે મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે. જ્યારે, ઉમેદવારોની વય મર્યાદા 33 થી વધારીને 35 વર્ષ સુધી કરાઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા ભરતી નિયમ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો - વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર, હોળી સિવાય આખુ વર્ષ રહે છે બંધ
રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટો ફેરફાર કરાયો
આજે હોળીનો (Holi 2025) પવિત્ર તહેવાર છે. ત્યારે રાજ્યમાં સરકારી નોકરી કરતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) દ્વારા ભરતી નિયમ અંગેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, હવે પરીક્ષા આપનાર ઉમેદવારની મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : 1680 પોલીસ જવાનોની તૈનાતી, પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર
વય મર્યાદા 33 થી વધારીને 35 વર્ષ સુધી કરાઈ
આ સાથે ઉમેદવારોની વય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, પહેલા ઉમેદવારની ઉંમર 33 વર્ષ સુધી નક્કિ હતી જે હવે વધારીને 35 વર્ષ સુધી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી (Revenue Talati Job) માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ પરીક્ષા (Government Jobs) આપી શકતા હતા. પરંતુ, હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવી જરૂરી છે.
આ પણ વાંચો - Gondal : રાજકુમાર જાટના મોતને લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો