GSSSB : સિલેબસની જાહેરાત ન થતાં પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા!
- સરકારી જોબની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં! (GSSSB)
- સિનિયર સબ એડિટર, મદદનીશ માહિતી નિયામક, અન્ય અમુક વિભાગના સિલેબસ જાહર ના થયા!
- કયા પ્રકારનું સાહિત્ય, કયા વિભાગના કયા વિષયમાં કેટલી મહેનત કરવી તેને લઈને અસમંજસ
- મુદ્દાસર સિલેબસ જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માગ ઉચ્ચારી
GSSSB : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે, હજી સુધી સિનિયર સબ એડિટર (Senior Sub Editor), મદદનીશ માહિતી નિયામક તથા અન્ય અમુક વિભાગના ચોક્કસ વિગતવાર સિલેબસની (Syllabus) કોઈ પણ વિગત મંડળ દ્વારા જાહેર કરવામાં ના આવી હોવાથી અનેક વિદ્યાર્થીઓમાં પરીક્ષાની તૈયારીઓમાં કયા પ્રકારનું સાહિત્ય તથા કયા વિભાગના કયા વિષયમાં કેટલી મહેનત કરવી તે અંગે ચોક્કસ માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!
GSSSB દ્વારા સિલેબસની જાહેરાત ન થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર (GSSSB-Gandhinagar) દ્વારા અત્યાર સુધી સિનિયર સબ એડિટર, મદદનીશ માહિતી નિયામક (Assistant Information Director) તથા અન્ય અમુક વિભાગના ચોક્કસ વિગતવાર સિલેબસની કોઈ પણ વિગત જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. પરીક્ષાની તૈયારીઓ માટે કયા પ્રકારનું સાહિત્ય, કયા વિભાગના કયા વિષયમાં કેટલી મહેનત કરવી તેને લઈને વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. સિલેબસનાં અભાવે અનેક વિદ્યાર્થીઓનાં ભવિષ્ય જોખમમાં હોવાનું વિવિધ વિદ્યાર્થીઓ તથા પરીક્ષાલક્ષી તૈયારી કરાવનાર લોકોમાં ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો - Happy BDay Amit Shah : નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ, CM, DyCM સહિત MP, MLA's પહોંચ્યા
મુદ્દાસર સિલેબસ જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માગ ઉચ્ચારી
નવાઈની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) આ પરીક્ષાની તૈયારીનાં વર્ગો ચાલી રહ્યા છે પરંતુ, વિષયાનુસાર વિગતવાર ઓફિશિયલ સિલેબસ એમની પાસે પણ ઉપલબ્ધ ના હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાની તારીખો જાહેર થતા હાલ તમામ વિદ્યાર્થીઓ સિલેબસને લઈને અત્યંત ચિંતાતૂર હોવાની સાથે ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે યોગ્ય મુદ્દાસર સિલેબસ જાહેર કરવામાં આવે અને આ બાબત પર વિચારણા કરવી અનિવાર્ય પગલાં લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માગ છે.


