Gujarat New Cabinet 2025 : ધારાસભ્યોને સવારે જ ફોન કરીને મંત્રીપદ વિશે જાણકારી અપાશે, Gujarat First પાસે EXCLUSIVE માહિતી
Gujarat New Cabinet 2025 : ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. પાછલા બે કલાક
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મોટો ઉલટફેર,CM અને રાજ્યપાલની મુલાકાત રદ | Gujarat First @PMOIndia @narendramodi @HMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat @MLAJagdish #Gujarat #Gandhinagar #NewCabinet #MinistersResign #GandhinagarUpdates #SwearingInCeremony… pic.twitter.com/9blLbJyafe
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
નવામંત્રીઓ માટે કામચલાઉ અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક
October 17, 2025 1:44 am
ગુજરાતના રાજકારણ માટે આજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. નવા મંત્રીઓ ગાંધીનગરમાં શપથ ગ્રહણ કરે તે પહેલા જ તેમના અંગત સચિવની કામગીરી માટે 35 સેક્શન અધિકારીઓ તથા અંગત મદદનીશની કામગીરી માટે 35 નાયબ સેક્શન અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે વધુ એક મોટા સમાચાર, હવે તમામ ધારાસભ્યોને સવારે જ ફોન કરવામાં આવશે
October 17, 2025 12:37 am
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે વધુ એક નવા અપડેટ સામે આવી રહ્યાં છે. ગુજરાત ફર્સ્ટ પાસે ગાંધીનગરથી આવી રહેલી લેટેસ્ટ માહિતી અનુસાર, હવે મંત્રીપદ માટે નિમણૂક થનારા ધારાસભ્યોને સવારે જ ફોન કરીને મંત્રીમંડળમાં સ્થાન આપવાની જાણકારી આપવામાં આવશે. આ સાથે જ તમામ ધારાસભ્યોને પોતાના નામ ઉપર કાતર ફેરવાશે કે મંત્રીપદ મળશે તે વિચારીને રાતનો ઉજાગરો કરવાનો રહેશે.
કેમ રાજ્યપાલ-સીએમ પટેલની મુલાકાત રદ્દ થઈ ગઈ? તેનાથી શું ફરક પડ્યો?
October 17, 2025 12:04 am
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેની અગાઉથી નિશ્ચિત મુલાકાત રદ થયા પછી અનેક તર્ક-વિતર્ક સામે આવ્યા છે. ગાંધીનગરની ગલીઓમાંથી ઉડતા આવેલા સમાચાર અનુસાર, છેલ્લી ઘડીએ દિલ્હીથી આવેલા એક ફોન કોલે બાજી પલટી નાંખી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, પહેલા એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે, 75 ટકા મંત્રીઓની બાદબાકી થવાની શક્યતાઓ હતી. પરંતુ દિલ્હીથી આવેલા ફોન પછી કેટલીક બાબતોમાં ફેરફારો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના દેખાઈ રહી છે. કેટલાક નવા મંત્રીઓને જૂના મંત્રીઓ સાથે સમાવીને પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત કરવાની બાબતને આગળ ધરવામાં આવી રહી છે. કદાચ પાર્ટીને બળવાનો પણ ડર ઉભો થઈ શક્યો હોય છે. જૂના-જોગીઓ પાસેથી મંત્રી પદ પરત લઈ લેવાથી પાર્ટીની શક્તિ વધવાની જગ્યાએ ઘટવાની પણ નોબત આવી શકે છે. તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હીથી મંત્રીમંડળના નવી યાદીમાં ફાઈનલ કરેલા નામો ઉપર ફેરવિચારણા કરવાનું કહેવામાં આવ્યું હોઈ શકે છે. આમ ફાઈનલ થયેલા નામોને સીએમ ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલને સોંપવાના હતા. પરંતુ અચાનક નામો ઉપર ફેરવિચારણા કરવા માટે દિલ્હીથી ફોનની ગંટડી રણકી ઉઠી હતી. તેવામાં સીએમ પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ્દ થઈ ગઈ હતી. કેમ કે ફરીથી નવા નામો ઉપર વિચારણા કરવાની જરૂરિયાત ઉભી થઈ ગઈ હતી.
CM, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી વચ્ચે હજુ પણ બેઠક યથાવત
October 16, 2025 11:35 pm
CM, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી વચ્ચે હજુ પણ બેઠક ચાલી રહી છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, બેઠક પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે એક નવા અપડેટ આવ્યા છે કે, આ બેઠકમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બહાર નિકળ્યા છે, પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી વચ્ચે હજું પણ બેઠક યથાવત છે. જે.પી નડ્ડા અને સુનિલ બંસલ મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી રવાના થઇ ચુક્યા છે.
મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલ બેઠક ત્રણ કલાકે પૂર્ણ
October 16, 2025 11:32 pm
મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાછલા ત્રણ કલાકથી ચાલતી બેઠક અંતે પૂર્ણ થઈ ગઈ છે. જે.પી. નડ્ડા મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મંત્રીમંડળના નવા નિમણૂક કરવામાં આવનારા મંત્રીઓના નામો ઉપર ફાઈનલ મહોર મારી દેવામાં આવી છે. તેથી રાત્રે તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવી શકે છે. મંત્રી મંડળને અંતિમ સ્વરૂપ આપી દેવાનું કહેવામાં આવી રહ્યું છે.
શપથ ગ્રહણ સમારોહનું સ્ટેજ તૈયાર, મંત્રીમંડળની યાદી ક્યારે થશે ફાઈનલ?
October 16, 2025 10:55 pm
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ વિસ્તરણને લઈને પાછલા કેટલાક દિવસથી ધમાચકડી જોવા મળી રહી છે. ખાસ કરીને પાછલા એક દિવસમાં અનેક તર્ક-વિતર્ક વચ્ચે અનેક નેતાઓના નામો સામે આવ્યા છે, જેમની મંત્રીમંડળમાં એન્ટ્રી થવાની છે તો અનેકના પત્તા કપાવવાના છે. આ બધી અટકળો અને ચર્ચાઓ વચ્ચે શપથ ગ્રહણ સમારંભનું સ્ટેજ તો તૈયાર કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત બેક સ્ટેજ શપથ ગ્રહણ પોસ્ટર સુધી તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી નવા મંત્રીઓના નામોની એન્ટ્રી અને જૂનાજોગીઓમાંથી કોના નામ ઉપર કાતર ફેરવવી તેના ઉપર સહમતિ સંધાઈ શકી નથી. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યાં છે કે, સીએમ હાઉસે પાછલા બે કલાકથી પણ વધારે સમયથી નામોની અંતિમ યાદી ઉપર મહોર મારવાની વિચારણા ચાલી રહી છે. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયેલા રહો.. મંત્રીમંડળના વિસ્તરણને લઈને પળેપળના અપડેટ આપવામાં આવી રહ્યા છે...
મંત્રીમંડળના વિસ્તરણ માટે છેલ્લા 2 કલાકથી CM હાઉસે બેઠક
October 16, 2025 10:38 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની હાજરીમાં પાછલા બે કલાકથી મોટી બેઠક ચાલી રહી છે. મંત્રીમંડળના વિસ્તરણ માટે છેલ્લા બે કલાકથી ગડમથલ ચાલી રહી છે. ક્યાંકને ક્યાંક કોકડો ગૂંચવાણો હોવાના સંકેત દેખાઈ રહ્યો છે. આ બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજર છે. સીએમથી લઈને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં હાજર છે. આ બેઠકમાં મંત્રીમંડળની યાદીને લઈને સીએમ સાથે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. સીએમ હાઉસમાં યાદી ઉપર એક મત બનાવવા ગડમથલ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ મેરેથોન બેઠક કેટલા વાગ્યા સુધી ચાલે છે, તે વિશે કોઈ કહી શકાતું નથી. પરંતુ કાલે શપથગ્રહણની તમામ તૈયારીઓ વચ્ચે ક્યાંકને ક્યાંક મંત્રીમંડળની યાદી પર મહોર મારવી જ પડશે તેવી સ્થિતિ પણ ઉદભવેલી છે. તેથી રાતના કેટલા વાગ્યા સુધી વિચાર-વિમર્શ ચાલે છે તે જોવાનું રહ્યું
કેબિનેટના વિસ્તરણને લઈને મહત્વના સમાચાર : પદનામિત મંત્રીઓને આજે રાત્રે જ કરાશે કોલ
October 16, 2025 10:20 pm
મંત્રીમંડળના વિસ્તરણને લઈને પળે-પળે નવા અપડેટ આવી રહ્યાં છે. વધુ એક મોટા સમાચાર આવી રહ્યાં છે કે, પદનામિત મંત્રીઓને આજે રાત્રે જ ફોન કરીને જાણકારી આપવામાં આવશે. આ તમામ શપથ લેનારા તમામ મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોલ કરીને જાણકારી આપશે. જણાવી દઈએ કે, પ્રોટોકલ મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ ફોન કરીને મંત્રીપદ શપથ લેવાનું કહેશે. તે ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકરણ પણ ફોન કરીને જાણકારી આપી શકે છે. આમ કેબિનેટ વિસ્તરણમાં નવા નિમણૂક પામનારા નેતાઓને આજે રાત્રે જ ફોન કરીને તમામ માહિતી આપી દેવામાં આવશે. તેથી ગઈકાલના પ્રોગ્રામ વિશેની તૈયારી કરવામાં સરળતા રહી શકે.
CM અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત થઈ રદ
October 16, 2025 10:09 pm
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત રદ થઈ ગઈ છે. આ સાથે જ મંત્રીઓના નામ પર આખરી મહોર કાલે જ વાગી શકશે. આવતી કાલે સીએમ અને રાજ્યપાલ વચ્ચે મુલાકાત થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સવારે જ નવા મંત્રીમંડળના સભ્યોની યાદી આપવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને સોંપશે યાદી
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત રદ@CMOGuj @Bhupendrapbjp @ADevvrat #BigBreaking #Gandhinagar #CM #BhupendraPatel #AcharyaDevvrat #CabinetExpansion #CabinetReshuffle #GujaratFirst pic.twitter.com/SvkasBrDeb
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ડિનર ડિપ્લોમસી, CM હાઉસે રાત્રી ભોજન
October 16, 2025 9:10 pm
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા-વિચારણા વચ્ચે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભોજન દરમિયાન પણ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ રાત્રી ભોજનમાં રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા છે. આમ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાથી લઈને તમામ મહત્વપૂર્ણ નેતાઓ રાત્રી ભોજન દરમિયાન જ મંત્રીમંડળના વિસ્તરણને અંતિમ ઓપ આપી શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને સીએમ હાઉસ પહોચી ગયા છે.
રાજ્યપાલ દેવવ્રતનો પ્રવાસ ટૂકાવ્યો, પરત પહોંચ્યા અમદાવાદ
October 16, 2025 8:35 pm
ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણના કારણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવાસને ટૂકાવવામાં આવ્યો છે. કાલે શપથગ્રહણને નજરહેઠળ રાખીને રાજ્યપાલ પરત ગુજરાત ફર્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર જવા માટે નિકળી ગયા છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાવવામાં જઈ રહેલી બેઠકમાં રાજ્યપાલ હાજરી આપશે. તો આજે રાત્રે જ રાજ્યપાલને મંત્રીઓના રાજીનામા સોંપવામાં આવશે. તે ઉપરાંત જે નવા ધારાસભ્ય મંત્રી બનવા જઈ રહ્યાં છે, તેમની યાદી પણ મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે. આવતી કાલે રાજ્યપાલ તમામ નવા મંત્રીોને શપથ લેવડાવશે.
મંત્રી મંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
CM હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યો રહેશે હાજર
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધશે
પડતા મુકાનારા મંત્રીઓના રાજીનામા બેઠકમાં લઈ લેવાશે
રાત્રે 9 વાગ્યે CM ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને મળશે
જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ… pic.twitter.com/QQjGlcLBXT
મહાત્મા મંદિર ખાતે શપથ વિધિ, 10 હજાર લોકો બેસી શકે તેવી કરાઈ વ્યવસ્થા
October 16, 2025 8:11 pm
મંત્રીમંડળના વિસ્તરણ અને શપથગ્રહણ માટે મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, શપથગ્રહણ માટે 10 હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભા સાસંદ, રાજ્ય સભા સાંસદ, સંઠનનના નેતાઓ તેમજ વિશેષ આમંત્રિત મહેમાનો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા ત્રણ ધારાસભ્ય
October 16, 2025 8:04 pm
ગાંધીનગર સર્કિટ હાઉસે ત્રણ ધારાસભ્યો પહોંચી ગયા છે. ધારાસભ્ય સી.કે. રાઉલજી, માનસિંહ ચૌહાણ અને હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ પહોંચ્યા છે. આ ત્રણેય ધારાસભ્યો થોડી જ વારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ધારાસભ્ય સાથે મુલાકાત કરશે.
મંત્રી મંડળ વિસ્તરણને લઈને મોટો ખુલાસો,
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
ધારાસભ્યોને રાત્રે 2 વાગ્યે કરાશે જાણ #Gujarat #GujaratCabinetExpansion #MinisterOathCeremony #Politics #CabinetReshuffle #GujaratGovernment #PoliticalUpdate #BreakingNews #GujaratMinisters #GujaratFirst pic.twitter.com/i2fGo2RDAg
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ
October 16, 2025 7:40 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ અચાનક રદ્દ થઈ ગયો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં જવાના હોવાથી તેઓ કાલે મંત્રીમંડળના શપથ સમારોહમાં હાજરી આપી શકશે નહીં. આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, અમિતભાઈ શાહ આવતી કાલે મંત્રી મંડળના શપથ ગ્રહણમાં હાજરી આપશે. પરંતુ હવે નવી આવેલી માહિતી અનુસાર, અમિતભાઈ શાહ ગઈકાલે ગુજરાત આવી શકશે નહીં.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પહોંચ્યા સર્કિટ હાઉસ, સીએમ-પ્રદેશ પ્રમુખ સાથે બેઠક
October 16, 2025 7:13 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સર્કિટ હાઉસ પહોંચી ગયા છે. ગુજરાત ફર્સ્ટને મળી રહેલી ચોક્કસ માહિતી અનુસાર, મંત્રીમંડળ વિસ્તરણમાં જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત તેઓ રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને બંધબારણે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પણ કરવાના છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. તે ઉપરાંત જે.પી. નડ્ડા સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે પણ મુલાકાત કરવાના છે. આમ મુખ્ય આગેવાનો સાથે મુલાકાત કર્યા પછી નડ્ડા ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરવાના છે.
મોટા સમાચાર, 6થી વધારે મંત્રીઓના પત્તા કપાશે તો 15થી 18 નવા ચહેરાઓને મળશે તક
October 16, 2025 6:55 pm
મંત્રી મંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વર્તમાન મંત્રી મંડળના 6થી વધારે મંત્રીઓ રિપિટ થવાની માહિતી સુત્રો થકી ગુજરાત ફર્સ્ટને મળી છે. તો વર્તમાન મંત્રી મંડળના 8થી 10 મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. ગાંધીનગરના વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, 15થી 18 જેટલા નવા ચહેરાઓને મંત્રી બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું કદ 24 મંત્રીઓનું હોઈ શકે છે.
સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર, મંત્રીમંડળ વિસ્તરણ પહેલા અધિકારીઓની નિમણૂક
October 16, 2025 6:40 pm
મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં અધિકારીઓની કરાઈ નિમણૂક કરવામાં આવી છે. નવા મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ કામચલાઉ નિમણૂક માટે સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. નિયુક્ત અધિકારીઓની આવતીકાલે સવારે 10 વાગે બેઠક યોજવામાં આવશે. વિભાગ વાઈઝ સેક્શન, નાયબ સેક્શન અધિકારી મૂકવામાં આવ્યા છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ- હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરવામાં આવ્યું
October 16, 2025 6:25 pm
કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. કાર્યાલયમાંથી તમામ સામગ્રી દૂર કરવામાં આવી છે. તે ઉપરાંત કાર્યાલયના સ્ટાફ અને અંગત સચિવે કાર્યાલય પણ ખાલી કરવામાં આવ્યા છે. આ સાથે જ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું કાર્યાલય પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. જગદીશ પંચાલને પહેલાથી મોટી જવાબદારી આપી દીધી હોવાના કારણે કદાચ તેઓ પોતાના પદને સ્વેચ્છાએ છોડી શકે છે.
મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અનેક મંત્રીઓએ ઓફિસ કરી ખાલી
October 16, 2025 6:02 pm
મંત્રીમંડળના વિસ્તરણની તડામાર તૈયારીઓ વચ્ચે અનેક મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરી દીધી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મંત્રીઓની ઓફિસનો સામાન લઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે. તેથી તે કહેવું ખોટું નથી કે, આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ પહેલા જ તમામ મંત્રીઓએ સીએમ નિવાસ સ્થાને મળેલી બેઠકમાં રાજીનામા સોંપી દીધા છે. આવતી કાલે મહાત્મા મંદિર ખાતે મંત્રીમંડળની શપથ વિધી હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
October 16, 2025 5:49 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા થોડા સમયમાં ગુજરાત પહોંચશે
October 16, 2025 5:32 pm
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા થોડા જ સમયમા ગુજરાત પહોંચી જશે. સાંજે 6થી 7 વાગ્યા વચ્ચે નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ સીધા જ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચશે. આ દરમિયાન તેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જેપી નડ્ડા મુલાકાત કરશે. આ સાથે જ મંત્રીમંડળ વિસ્તરણ અંગેની આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ યુદ્ધના ધોરણે વિસ્તરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી આગામી થોડા જ કલાકોમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
Gandhinagar | ભાજપના ધારાસભ્યો ફોન હાથમાં લઈને બેઠા ગાંધીનગરના રાજકારણ માં ગરમાવો | Gujarat First@BJP4Gujarat #GujaratPolitics #BJPMLAs #Gandhinagar #CabinetExpansion #CM #PoliticalUpdates #GujaratFirst pic.twitter.com/xPhGf1ALk9
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
નવા મંત્રીમંડળમાં જે મંત્રીઓને વિરામ આપવામાં આવશે, તેમને ખાલી કરવા પડશે બંગલા
October 16, 2025 5:10 pm
નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. નવા મંત્રીઓને શપથગ્રહણ અપાવવા માટે નવો સ્ટેજ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ વચ્ચે સુત્રો પાસેથી મળી રહેલા સમાચાર અનુસાર, નવા મંત્રીમંડળ પછી વર્તમાન સમયના મંત્રીઓને વિરામ આપવામાં આવશે, તેમને પોતાના બંગલાઓ એકદમ ઝડપી ખાલી કરવા પડશે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, જેમ જેમ બંગલાઓ ખાલી થશે તેમ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગરથી આવી રહેલી માહિતી અનુસાર, નવા મંત્રીઓને બંગલા અને ગાડીઓ આપવાની સૂચના આપી દેવામાં આવી છે. તેથી સામાન્ય વહિવટ વિભાગ ખાલી બંગલા અને વાહનો અંગે માહિતી એકઠી કરી રહી છે. આમ શપથગ્રહણ બાદ ઘણા નવા મંત્રીઓને ગાડી અને બંગલાની ફાળવણી થઈ શકે છે.
મંત્રીમંડળ વિસ્તરની તડામાર તૈયારી, બીજો સ્ટેજ બનાવવાની કામગીરી, સ્ટેજ પર લાવવામાં આવી 20 ખુરશી
October 16, 2025 4:38 pm
મંત્રીમંડળના વિસ્તરણને લઈને સતત મોટા સમાચારો સામે આવી રહ્યાં છે. મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે મુખ્ય સ્ટેજની બાજુમાં બીજો સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે. આ સ્ટેજ પર શપથ લેનારા મંત્રીઓને બેસવા માટે 20 ખુરશીઓ પણ લાવવામાં આવી છે.
મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહને લઈને તૈયારી
મુખ્ય સ્ટેજની બાજુમાં બીજો સ્ટેજ બનાવવામાં આવશે
બીજો સ્ટેજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
સ્ટેજ પર 20 ખુરશીઓ પણ લાવવામાં આવી#GujaratPolitics #BJP #CabinetExpansion #BhupendraPatel… pic.twitter.com/qI6e1OaOdM
મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર, મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા
October 16, 2025 3:58 pm
મંત્રીમંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રી મંડળની બેઠકમાં મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ રાજીનામા લીધા પછી મુખ્યમંત્રી નિવાસ્થાને મળેલી મંત્રીઓની બેઠક પૂર્ણ કરવામાં આવી છે. બેઠકમાં જ CMએ હાઈકમાન્ડના નિર્ણયની માહિતી આપી છે. હાઈકમાન્ડના નિર્ણય મુજબ રાજીનામા આપવા કહેવામા આવ્યું હતું . મંત્રીઓ રાજીનામાં આપી નિવાસસ્થાને રવાના થયા છે.
મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા@PMOIndia @narendramodi @HMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat @MLAJagdish #BigBreaking #Resign #GujaratPolitics #BJP #CabinetExpansion #BhupendraPatel #GujaratCabinet… pic.twitter.com/nBilUXOyS3
મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
October 16, 2025 3:26 pm
મુખ્યમંત્રી નિવાસ્થાને વર્તમાન મંત્રીમંડળની બેઠક શરૂ થઈ છે. CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીમંડળના સભ્યો સાથે છેલ્લી બેઠકમાં વર્તમાન મંત્રીમંડળના સભ્યો રાજીનામું આપશે તથા બેઠકમાં સભ્યોના રાજીનામા અને શપથગ્રહણ પર ચર્ચા થશે.
મંત્રી મંડળની શપથ વિધિની આમંત્રણ પત્રિકા ગુજરાત ફર્સ્ટ પર
October 16, 2025 3:15 pm
રાજભવન દ્વારા મંત્રી મંડળની શપથવિધીની આમંત્રણ પત્રિકા પ્રિન્ટ થઈ છે. રાજભવન દ્વારા મંત્રી મંડળના શપથવિધિ માટેનું આમંત્રણ તૈયાર કરાયુ છે. પદનામીત મંત્રી મંડળના સભ્યોની આવતી કાલે 11.30 કલાકે શપથવિધિ યોજાશે.
Gujarat Cabinet Reshuffle 2025 : ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની આમંત્રણ પત્રિકા, સૌથી પહેલા Gujarat First પર @PMOIndia @narendramodi @HMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat @MLAJagdish #Gujarat #GujaratCabinetExpansion #MinisterOathCeremony #Politics… pic.twitter.com/htLuEE2Mn9
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા
October 16, 2025 2:50 pm
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. સાથે જ ધારાસભ્ય નિવાસસ્થાને ધારાસભ્યોના આગમનની પણ શરૂઆત થઈ ગઈ છે.
સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે
October 16, 2025 1:26 pm
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર પહોંચ્યા
October 16, 2025 1:18 pm
આવતીકાલની શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર પહોંચ્યા છે. આવતીકાલે સવારે 11:30 કલાકે શપથવિધિ થવાની છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મહાત્મા મંદિર પહોંચ્યા
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
આવતીકાલની શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા
આવતીકાલે સવારે 11:30 કલાકે થવાની છે શપથવિધિ
શપથવિધિની તૈયારીઓની સમીક્ષા માટે પહોંચ્યા હર્ષભાઈ સંઘવી@sanghaviharsh @irushikeshpatel @BJP4Gujarat@CMOGuj @PMOIndia… pic.twitter.com/1EfQlHV6gG
મંત્રી મંડળના સભ્યો સાથે બપોર પછી મળશે બેઠક
October 16, 2025 12:56 pm
મંત્રી મંડળના સભ્યો સાથે ત્રણ વાગે બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક કરશે. બેઠકમાં સભ્યોના રાજીનામા મંત્રી મંડળના તથા શપથગ્રહણ પર ચર્ચા થશે. ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
મંત્રી મંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
October 16, 2025 12:53 pm
આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક મળશે. સીએમ હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે. તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. વર્તમાન મંત્રી મંડળના પડતા મુકાનાર મંત્રીના રાજીનામા પણ રાત્રે જ બેઠકમાં લઇ લેવામાં આવશે. મંત્રી મંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. મુખ્યમંત્રી દ્વારા પડતા મુકાનાર મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. નવા મંત્રીઓનું લિસ્ટ પણ મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવશે.
મંત્રી મંડળ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠક
CM હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યો રહેશે હાજર
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધશે
પડતા મુકાનારા મંત્રીઓના રાજીનામા બેઠકમાં લઈ લેવાશે
રાત્રે 9 વાગ્યે CM ભૂપેન્દ્રભાઈ પટેલ… pic.twitter.com/vM4WLfOmd3
પ્રફુલ પાનસેરિયા- યથાવત
October 16, 2025 12:53 pm
ભૂપેન્દ્રભાઈ પટેલ 2.0 સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી સુરતની કામરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપમાં યુવા મોરચાથી રાજકીય કારકિર્દીમાં જોડાયા 2022 કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે
હર્ષ સંઘવી- યથાવત
October 16, 2025 12:53 pm
ભૂપેન્દ્રભાઈ પટેલ 2.0 સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી સુરતની મજુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય 15 વર્ષની ઉંમરે રાજકારણમાં કર્યો હતો પ્રવેશ 2012થી સળંગ 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ગુજરાતમાં સરકારમાં સૌથી યુવા ગૃહરાજ્યમંત્રી બન્યા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા
કુંવરજી બાવળિયા - યથાવત્
October 16, 2025 12:52 pm
ભૂપેન્દ્રભાઈ પટેલ 2.0 સરકારમાં કેબિનેટ મંત્રી રાજકોટની જસદણ-વીંછીયા બેઠક પરથી ધારાસભ્ય 1988માં ગ્રામ પંચાયતના સરપંચથી કારકિર્દીની શરૂઆત 1900માં ગુજરાત એસટી નિગમના ચેરમેન બન્યા હતા 1995, 2002, 2007, 2017, 2022માં ધારાસભ્ય ચૂંટાયા 3 વાર અપક્ષ સહિત કુલ 8 વખત ધારાસભ્ય બન્યા 2009માં રાજકોટ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા 2016માં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અનેક સમિતિ અને સામાજિક કાર્યોથી સંકળાયેલા છે
બળવંતસિંહ રાજપૂત - યથાવત
October 16, 2025 12:52 pm
પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ 2.0 સરકારમાં કેબિનેટ મંત્રી 34 વર્ષની ઉંમરે સિદ્ધપુર નપામાં કોર્પોરેટર બન્યા 1995માં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા 1981માં કોંગ્રેસ પક્ષથી રાજકીય કારકિર્દી શરૂ કરી 2002, 2012માં કોંગ્રેસ, 2022માં ભાજપમાંથી ધારાસભ્ય
ઋષિકેશ પટેલ - યથાવત
October 16, 2025 12:52 pm
મહેસાણા જિલ્લાની વિસનગર બેઠકથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ 2.0 સરકારમાં કેબિનેટ મંત્રી 1990માં ભાજપ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત 2007થી સળંગ 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા 2016માં વિસનગર APMCમાં ચેરમેન રહ્યાં હતા 2011થી 2019 મહેસાણા જિલ્લા ક્રિકેટ એસો. અધ્યક્ષ અનેક સામાજિક સંસ્થા, ફાઉન્ડેશનથી સંકળાયેલા
કનુભાઈ દેસાઈ - યથાવત
October 16, 2025 12:50 pm
કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી ઉર્જા, નાણા જેવા મહત્વના વિભાગના મંત્રી વલસાડની પારડી બેઠક પરથી ધારાસભ્ય 2012થી પારડી બેઠક પરથી ચૂંટાઈ આવે છે 7 વર્ષ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા હતા
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત
October 16, 2025 12:49 pm
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો થશે શપથવિધિ કાર્યક્રમ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથવિધિ કાર્યક્રમ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને લેવડાવશે શપથ
રાજ્યપાલ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે… pic.twitter.com/s0Cs3Mx4vK
મંત્રીઓ કાલે શપથ લેશે, જયેશ રાદડીયા, રીવાબાનું નામ નક્કી ?
October 16, 2025 12:48 pm
મંત્રીઓ કાલે શપથ લેશે,
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
જયેશ રાદડીયા, રીવાબાનું નામ નક્કી ? । Gujarat First @BJP4Gujarat @CMOGuj @PMOIndia @Bhupendrapbjp
@narendramodi @AmitShah
#Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/JreqjXN2vp
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત
October 16, 2025 12:47 pm
આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ થશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. તથા રાજ્યપાલ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો થશે શપથવિધિ કાર્યક્રમ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથવિધિ કાર્યક્રમ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને લેવડાવશે શપથ
રાજ્યપાલ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે… pic.twitter.com/8Ga5RRrLN2
અનેક અસમંજસ વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
October 16, 2025 12:46 pm
આવતીકાલે ગુજરાતમાં નવું મંત્રીમંડળ શપથ લેશે. જેમાં મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ મળવાનું લગભગ નક્કી! તેમાં 10થી વધુ નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તથા નવી સરકારમાં 21થી 25 મંત્રીઓ હોવાની પુરેપુરી શક્યતા!
અનેક અસમંજસ વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
આવતીકાલે ગુજરાતમાં નવું મંત્રીમંડળ લેશે શપથ
મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ મળવાનું લગભગ નક્કી!
10થી વધુ નવા ચહેરાને મળી શકે છે નવા મંત્રીમંડળમાં સ્થાન
નવી સરકારમાં 21થી 25 મંત્રીઓ હોવાની પુરેપુરી શક્યતા!@BJP4Gujarat… pic.twitter.com/VAAAkNVOq4
મંત્રી મંડળના વિસ્તરણના દિવસે જ મળશે કેબિનેટ બેઠક
October 16, 2025 12:45 pm
આવતીકાલે સાંજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક છે. કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાશે. તથા ફરી રિપીટ થતા મંત્રીઓના ખાતામાં ફેરફાર થઈ શકે છે. તેમાં આવતીકાલે સાંજે 5 વાગે સંભવિત કેબિનેટની બેઠક મળશે.
મંત્રી મંડળના વિસ્તરણના દિવસે જ મળશે કેબિનેટ બેઠક
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
આવતીકાલે સાંજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
કેબિનેટ બેઠકમાં મંત્રીઓને કરાશે ખાતાઓની ફાળવણી
ફરી રિપીટ થતા મંત્રીઓના ખાતામાં થઈ શકે છે ફેરફાર
આવતીકાલે સાંજે 5 વાગે મળશે સંભવિત કેબિનેટની બેઠક@BJP4Gujarat @CMOGuj… pic.twitter.com/9rS0egpEnp
મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર
October 16, 2025 12:40 pm
બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે. જેમાં અમિત ઠાકર, દિનેશ કુશવાહા, અમૂલ ભટ્ટ તથા પ્રવિણ માળી સહિતના ધારાસભ્યો પણ પરત આવશે. આવતીકાલે મંત્રીઓના શપથને લઈ નેતાઓ આવશે. મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચના છે.
મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે
અમિત ઠાકર, દિનેશ કુશવાહા, અમૂલ ભટ્ટ પરત આવશે
પ્રવિણ માળી સહિતના ધારાસભ્યો પણ આવશે પરત
આવતીકાલે મંત્રીઓના શપથને લઈ આવશે નેતાઓ
મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચના@BJP4Gujarat @CMOGuj… pic.twitter.com/JWm4OEtCDG
હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના
October 16, 2025 12:38 pm
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે.
Navsari: આયાતીને મહત્વ આપવા બાબતે ભાજપમાં વધુ એક ડખો
October 16, 2025 12:38 pm
Navsari | આયાતીને મહત્વ આપવા બાબતે ભાજપમાં વધુ એક ડખો | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
નવસારી જિલ્લાના ડાંગ તાલુકામાં ભાજપમાં ભંગાણ!
આહવા તાલુકા પંચાયતના સભ્યએ ભાજપમાંથી આપ્યું રાજીનામું
તાલુકા પંચાયતના સભ્ય દીપક પીપળીએ આપ્યું રાજીનામું
સમાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે કરી હતી સારી… pic.twitter.com/MuLjvTr8Vr
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, સાંજે અનેક મંત્રીઓ આપશે રાજીનામું
October 16, 2025 12:34 pm
ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.


