Gujarat: BZ Groupના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સોશિયલ મીડિયાના સહારે
- BZના એજન્ટો અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મેસેજ વાયરલ
- મૈત્રી ફાઉન્ડેશનના નામે વીડિયો-પોસ્ટ કરી શેર કરવામાં આવ્યો
- કેટલાક પોલીસ અધિકારીઓએ પણ શેર કર્યા સંદેશા
Gujarat: ગુજરાતના લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ Groupના ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાયા બાદ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સોશિયલ મીડિયાના સહારે આવ્યો છે. જેમાં BZના એજન્ટો અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઇ રહ્યાં છે. મૈત્રી ફાઉન્ડેશનના નામે વીડિયો-પોસ્ટ કરી શેર કરવામાં આવ્યો છે. તેમાં કેટલાક પોલીસ અધિકારીઓએ પણ સંદેશા શેર કર્યા છે.
વ્હોટસેપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીત મુકી સમર્થન કર્યું
વ્હોટસેપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીત મુકી સમર્થન કર્યું છે. તેમજ અધિકારીઓ સહિત મળતિયાઓ તપાસમાં વિક્ષેપ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. કાયદાકીય તપાસ છતા અધિકારી અને કર્મચારીઓ સમર્થનમાં મેદાને આવ્યા છે. સીઆઈડી ક્રાઈમની તપાસ સામે જ સવાલો કરતો મેસેજ વાયરલ થયો છે. તપાસમાં વિક્ષેપ સર્જતા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે
BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. તપાસનો રેલો નેતાઓ, અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, કૌંભાડના રૂપિયામાંથી મોંઘાદાટ મોબાઈલ ફોન, રાજકીય નેતા અને અધિકારીઓને ભેટ સ્વરૂપે આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કૌભાંડી BZ Groupના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદી હતી.
આ પણ વાંચો: Ahmedabad: ડિજિટલ અરેસ્ટ કરી લાખોની સાયબર ઠગાઈ કરનાર રશિયન વ્યક્તિ ઝડપાયો
રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખૂલતા તપાસનો ધમધમાટ શરુ થયો
ઉલ્લેખનીય છે કે BZ Groupના ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખૂલતા તપાસનો ધમધમાટ શરુ થયો છે. CID દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શો-રૂમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શો-રુમના સંચાલક પાસે કિંમતી મોબાઈલ ફોનની વિગતો મંગાઈ છે. જેમાં હિંમતનગરના એક શો – રુમમાંથી 30 ફોન બીલથી ખરીદ્યાની વિગતો સામે આવી છે. જેમાં આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદ્યાનો પણ ખુલાસો થયો છે.
મોડાસામાંથી મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બીલ વિના જ ખરીદ્યાની શંકા
મોડાસામાંથી મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બીલ વિના જ ખરીદ્યાની શંકા કરવામાં આવી રહી છે.જેમાં મોબાઇલ અને મોંઘી સ્માર્ટ વોચ કોને આપી હતી તેની વિગતો સામે આવશે તો અનેક મોટા માથાના નામો સામે આવી શકે છે. BZ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે રિમાન્ડ દરમિયાન અનેક મસમોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Rajkot: વક્ફ બોર્ડના નામે દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવાનો મામલો ઉગ્ર બન્યો


