Gujarat Cabinet Expansion : રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર
- Gujarat Cabinet Expansion: ગુરુવારથી શનિવાર વચ્ચે થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ
- મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે છે કુરુક્ષેત્રના પ્રવાસે
Gujarat Cabinet Expansion: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુરુવારથી શનિવાર વચ્ચે મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. તથા મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે કુરુક્ષેત્રના પ્રવાસે છે. આવતીકાલે રાજ્યપાલ ગુજરાત પરત ફરે તેવી શક્યતા છે. જો કે 17 ઓક્ટોબર સુધી રાજ્યપાલના ગુજરાત બહાર પ્રવાસ છે. 17 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યપાલનો એક કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત છે. તેમાં રાજ્યપાલ પ્રવાસ ન ટૂંકાવે તો ધનતેરસ કે તે પછી વિસ્તરણ શક્ય છે.
મંત્રી મંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો ખાલી
મંત્રી મંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો ખાલી છે. સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ માટે કુલ 12 ચેમ્બર હાલ ખાલી છે. કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-1માં 3 ચેમ્બર હાલ ખાલી છે. રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-2માં 9 ચેમ્બર હાલ ખાલી છે. તેમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા છે. જો કે નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે.
Gujarat Cabinet Expansion : કોઈ સત્તાવાર જાહેરાત કે રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો નથી
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની 17 મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી 10 થી 11 મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને 14 થી 16 નવા ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે. જોકે, વિસ્તરણ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો નથી.
બેઠકોનો ધમધમાટ અને પોર્ટફોલિયોની ફાળવણી
ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. સૂત્રોના મતે, આ વિસ્તરણ ગુરુવાર ઓક્ટોબર 16 સાંજ સુધીમાં થવાની પ્રબળ શક્યતા છે. જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો કાર્યક્રમ હોવાથી ગુરુવારનો દિવસ વિસ્તરણ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Surat: કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં યુવક-યુવતી જાહેરમાં ભાન ભૂલ્યા


