Dr. Jayram Gamit : ડો. જયરામ ગામીતે લીધા મંત્રી પદના શપથ, જાણો તેમનાં અદ્ભૂત રાજકીય સફર વિશે
- તાપીનાં નિઝરનાં ધારાસભ્યને મંત્રી પદમાં મળ્યું સ્થાન (Dr. Jayram Gamit)
- ધારાસભ્ય ડો.જયરામ ગામીતે મંત્રી પદનાં શપથ લીધા
- ડૉ.જયરામ ગામીત નિઝરથી 2022 માં પ્રથમ વખત ચૂંટાયા હતા
- ડૉ. જયરામ ગામીત ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા
- તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2016 થી કાર્યભાર સાંભળ્યો
Gujarat New Cabinet 2025 : ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં 19 જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી છે, જેમાં તાપીનાં (Tapi) નિઝરનાં ધારાસભ્ય ડો.જયરામ ગામીતને (Dr. Jayram Gamit) સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્ય ડો.જયરામ ગામીતે આજે મંત્રી પદના શપથ લીધા હતા. ડો.જયરામ ગામીત ભાજપના (BJP) 13 થી વધુ પદ પર કામગીરી સંભાળી ચૂંક્યા છે.
આ પણ વાંચો -શિક્ષકથી મંત્રી સુધી : કુંવરજી બાવળીયાની 30 વર્ષની અજેય રાજકીય સફર
વર્ષ 2022 માં Dr. Jayram Gamit એ BJP નું પ્રતિનિધિત્વ કરીને ચૂંટણી લડી
ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આજે રાજ્ય સરકાર કેબિનેટમાં સામેલ નવા મંત્રીઓનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ મંત્રીઓમાં તાપીના નિઝરનાં (Nijhar) ધારાસભ્ય ડો.જયરામ ગામીતે પણ મંત્રી પદના શપથ લીધા છે. વર્ષ 2022 માં તેમણે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. વર્ષ 2016 થી તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળ્યો હતો. વર્ષ 2022 માં નિઝરથી પ્રથમ વખત ચૂંટાયા હતા. આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) સમુદાય માટે આરક્ષિત છે. ડો.જયરામ ગામીત આદિવાસી સમાજના એક અગ્રણી નેતા છે.
આ પણ વાંચો -Praful Pansheriya : મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતાની ધરાવે છે છબી
ભાજપના 13 થી વધુ પદ પર કામગીરી પણ નીભાવી
જણાવી દઈએ કે, ડો.જયરામ ગામીતનો (Dr. Jayram Gamit) 1 જૂન 1975 નાં રોજ જન્મ થયો હતો. તેઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં (Veer Narmad University) સરકારનાં પ્રતિનિધિ તરીકે યુનિવર્સિટી સેનેટ અને સિન્ડિકેટ સભ્યની સેવા પણ આપી ચૂક્યા છે. સાથે જ ભાજપના 13 થી વધુ પદ પર કામગીરી પણ નીભાવી ચૂક્યા છે, જેમાં યુવા મોરચાનાં પ્રદેશ મંત્રીથી લઈ પેજ પ્રમુખ સુધીનો સમાવેશ થાય છે. તાપી જિલ્લામાં નિઝર બેઠકનાં કાંતિભાઈ ગામીત પછી ફરી એકવાર ડો.જયરામ ગામીતને મંત્રી પદ મળતા જિલ્લામાં ખુશીનો માહોલ છે. ડોક્ટર જયરામ ગામિત ઉચ્ચ શિક્ષણ ધરાવે છે, તેમણે બીએ, MA, Ph.D. ની ડિગ્રી મેળવેલી છે. ડોક્ટર જયરામ ગમીત લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે.
આ પણ વાંચો -Gujarat New Cabinet 2025 : વલસાડમાં BJP ને મજબૂત કરી, રાજ્યનાં ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કર્યું