Gujarat News: તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે: ગોપાલ ઈટાલિયા
- વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લેવડાવ્યા શપથ
- ધારાસભ્યપદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન
- મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું
Gujarat News: ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. ધારાસભ્યપદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું છે કે આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે.
વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છુ
એક સપનું લઈ ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છું. શપથ પહેલા ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે. જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા જણાવ્યું છે કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે. ગોપાલ ઇટાલિયના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય. તેમજ તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે.
Kanti Amrutiya vs Gopal Italia : "આ હલકાઇ છે...ગુજરાત આખામાં ગાળો દેવા નંબર આપી દો" । Gujarat First
મોરબીમાં મોરેમોરાની ચેલેન્જમાં ગોપાલ ઈટાલિયાના પ્રહાર
કાંતિ અમૃતિયાને જવાબ આપતો ઈટાલિયાનો વીડિયો વાયરલ
ભાજપને હજુ વિસાવદરની હાર પચી નથીઃ ગોપાલ ઈટાલિયા
મોરબીમાં ખોટી રીતે મને વચ્ચે… pic.twitter.com/SsQfvt2Tmw— Gujarat First (@GujaratFirst) July 16, 2025
મહિને રૂપિયા 1.47 લાખનો પગાર અને ભથ્થા સવલતો મળતી થઈ જશે
15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે સવારે 11 વાગે ધારાસભ્યપદના શપથ લીધા છે. ચૂંટાયા તે દિવસથી આજે 22માં દિવસે આ બંને જનપ્રતિનિધિઓને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પદ- ગોપનિતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ 180 ધારાસભ્યોની જેમ આ બંને નવોદિત MLAના પણ પગાર- ભથ્થાનું મીટર શરૂ થઈ ગયુ છે.
આ પણ વાંચો: ChatGPT ડાઉન થયા પછી સેવાઓ ફરી શરૂ થઈ, તેની અસર વિશ્વભરમાં જોવા મળી


