Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HMPV : ચીનમાં નવા વાઇરસ HMPV એ ચિંતા વધારી! રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી

કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુમાં HMPV નો પહેલો કેસ મળી આવ્યો છે.
hmpv   ચીનમાં નવા વાઇરસ hmpv એ ચિંતા વધારી  રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
Advertisement
  1. નવા વાઇરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક
  2. રાજ્ય આરોગ્ય વિભાગે નવા વાઇરસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી
  3. શું કરવું અને શું ન કરવું ? તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી.

ચીનમાંથી (China) ફેલાયેલ કોરોના વાઇરસે (Corona Virus) સમગ્ર દુનિયામં તબાહી મચાવી હતી. ત્યારે હવે વધુ એક નવા વાઇરસની ચીનમાં એન્ટ્રી થઈ છે, જેને લઇને દુનિયાનાં વિવિધ દેશ સતર્ક થયા છે. ચીનમાં નવા વાઇરસ HMPV એ ત્યાંના લોકો અને સરકારની ચિંતા વધારી છે. ચીનમાં આ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચીનની સ્થિતિને જોતા ભારતમાં પણ કેન્દ્ર અને ગુજરાત સરકાર (Gujarat Government) પણ સતર્ક થઈ છે. રાજ્ય આરોગ્ય વિભાગે નવા વાઇરસ HMPV ને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે.

નવા વાઇરસ HMPV ને લઈ માર્ગદર્શિકા જાહેર

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનમાં (China) ઝડપથી પગપસેરો કરી રહેલા ખતરનાક નવા વાઇરસ HMPV ની ચપેટમાં અનેક લોકો આવ્યા છે. ચીનમાં નવા વાઇરસનાં કારણે પરિસ્થિતિઓ સતત ગંભીર બની રહી છે. ત્યારે ચીનની સ્થિતિને જોતા ભારતમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો અગાઉથી ચેતી ગઈ છે અને સતર્કતાનાં ભાગરૂપે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગે (State Health Department) પણ ચીનનાં નવા વાઇરસ HMPV ને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે.

Advertisement

આ પણ વાંચો - Alert : ચીનમાં ફેલાયેલો ખતરનાક HMPV વાયરસ ભારત પહોંચ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત

Advertisement

કર્નાટકનાં બેંગલુરુમાં પહેલો કેસ મળ્યો

આ માર્ગદર્શિકામાં શું કરવું અને શું ન કરવું તેને લઈને માહિતી આપવામાં આવી છે. આ સાથે રાજ્ય આરોગ્ય વિભાગે નાગરિકોને લક્ષણો જણાય તો ડોકટરોનો સંપર્ક કરવા અપીલ કરી છે. જો કે, રાજ્યમાં હાલનાં તબક્કે HMPV નો એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. પરંતુ, દેશમાં આ નવા વાઇરસની એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુમાં HMPV નો પહેલો કેસ મળી આવ્યો છે. બેંગલુરૂમાં (Bengaluru) એક નાની 8 મહિનાની બાળકી આ વાઇરસથી સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ બાળક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - HMPV Virus:China માં નવા વાયરસે મચાવ્યો તાંડવ,વિશ્વમાં ડરનો માહોલ!

HMPV વાઇરસનાં લક્ષણો શું છે?

HMPV વાઇરસના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખીચખીચ, વહેતું નાકનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV વાઇરસ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો - Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.

×