Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, ચેરમેન Hasmukh Patel એ સો. મીડિયા પર આપી માહિતી

આ સંમતિ પત્ર બાબતે ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેરાત થશે.
gpsc નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર  ચેરમેન hasmukh patel એ સો  મીડિયા પર આપી માહિતી
Advertisement
  1. GPSC માં તમામ પરીક્ષાઓમાં સંમતિ પત્ર ભરાશે
  2. સંમતિ પત્ર બાબતે ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેરાત થશે
  3. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી

રાજ્યમાં GPSC ની તૈયારી કરતા ઉમેદાવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) ટ્વીટ કરીને માહિતી આપી છે કે જીપીએસસીમાં હવે તમામ પરીક્ષાઓમાં સંમતિ પત્ર ભરાશે. આ સંમતિ પત્ર બાબતે ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેરાત થશે. આવનાર ભરતી પરીક્ષાઓમાં હવે ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાનાં રહેશે.

આ પણ વાંચો - Junagadh : પોલીસની તૈયારી કરતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!

Advertisement

GPSC માં તમામ પરીક્ષાઓમાં સંમતિ પત્ર ભરવાનાં રહેશે : હસમુખ પટેલ

GPSC નાં ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) પરીક્ષાઓમાં સંમતિપત્ર (Consent Form) ભરવા અંગે ઉમેદવારોને મહત્ત્વની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, 'GPSC દ્વારા લેવામાં આવતી લગભગ તમામ પરીક્ષાઓમાં સંમતિ પત્રક ભરવાનાં થશે, જેથી ઉમેદવારો અવારનવાર સત્તાવાર વેબસાઈટ જોતા રહે અને સંમતિ પત્રક સમયસર ભરી લે. અરજી કરવાની જાહેરાત અને પરીક્ષા વચ્ચે સમય ઓછો હોય તેવા કિસ્સાઓમાં અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા સંમતિ પત્રક ભરવાનું શરૂ થશે.'

Advertisement

આ પણ વાંચો - International Kite Festival-2025 : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘઘાટન, કહ્યું- પતંગનાં પર્વને વડાપ્રધાને..!

અગાઉની ઘટનાઓને જોઈ લીધો નિર્ણય

જણાવી દઈએ કે એવી માહિતી આપવામાં આવી હતી કે, અગાઉની ભરતી પરીક્ષામાં ઘણીવાર એવું થતું હતું કે મોટા પ્રમાણમાં ફોર્મ તો ભરાઈ જતાં હતાં પણ બાદમાં એટલા જ પ્રમાણમાં ઉમેદવારો પરીક્ષા આપવા આવતા નહોતા, જેના કારણે ઘણી અસુવિધાઓ થતી હતી. આથી, જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હશે તેઓ જ સંમતિ પત્રક ભરશે અને એ પ્રમાણે જ તૈયારીઓ કરવામાં આવશે.

આ પણ વાંચો - Sabarkantha: ગોપાલનાં ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી

Tags :
Advertisement

.

×