Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

J&Kના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી એકતા નગર ખાતે આવેલા વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે J&K Chief Minister Omar Abdullah: જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે દિવસ...
j kના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે  જાણો સમગ્ર કાર્યક્રમ
Advertisement
  • મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા
  • જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી
  • એકતા નગર ખાતે આવેલા વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

J&K Chief Minister Omar Abdullah: જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં મીડિયાએ તેમને ઓપરેશન સિંદૂર અને બે વધુ આતંકવાદીઓના મોત પર તેમની પ્રતિક્રિયા વિશે પૂછ્યું હતું. સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "ચર્ચા ચાલી રહી છે. તે સારી વાત છે, તે થવી જોઈએ. ઘણી બાબતો છે જેના પર કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે પહેલગામમાં ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી. જો આ નિષ્ફળતા થઈ હોય, તો તેના માટે કોઈને કોઈ જવાબદાર છે."

ગુપ્તચર અને સુરક્ષા નિષ્ફળતા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું, આતંકવાદીઓ સામે જે કાર્યવાહી કરવાની હતી તે કરી છે. પહેલગામ માટે જવાબદાર ત્રણને ખતમ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો તે વિશે સાંભળવા માંગશે. તથા ઓમર અબ્દુલ્લાએ ગતરોજ 30 જુલાઈ, સાંજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદની ઐતિહાસિક સીદી સૈયદની જાળી વાલી મસ્જિદને જોવા માટે પણ આવ્યા હતા.

Advertisement

Advertisement

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી

CMO દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઓમર અબ્દુલ્લાહ ગુજરાતની દ્વિ-દિવસીય મુલાકાતે આવેલા છે. તેમના ગુજરાત રોકાણ દરમિયાન તેઓ એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ઓમર અબ્દુલ્લાની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે રાજકીય મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય સહકાર પર ઔપચારિક ચર્ચા પણ થઈ હતી.

એકતા નગર ખાતે આવેલા વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવેલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી આજે 31 જુલાઈ, ગુરુવારે બપોરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમના આ પ્રવાસનો હેતુ ગુજરાતના વિવિધ વિકાસ મોડેલનો અભ્યાસ કરવાનો તથા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનો છે.

આ પણ વાંચો: Rajkot News: શહેરમાં શું રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત ?

Tags :
Advertisement

.

×