Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

LRD, PSI Physical Test:પોલીસ ભરતી માટે આજથી ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ

પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ બિન હથિયારી PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ PSI અને લોકરક્ષક કેડર માટે 12,472 જગ્યાઓ પર ભરતી આજથી ઉમેદવારોને શારિરીક કસોટી માટે બોલાવાયા 8થી 31 જાન્યુઆરી 2025 સુધી ચાલશે શારિરીક કસોટી LRD,...
lrd  psi physical test પોલીસ ભરતી માટે આજથી ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ
Advertisement
  • પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ
  • બિન હથિયારી PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ
  • PSI અને લોકરક્ષક કેડર માટે 12,472 જગ્યાઓ પર ભરતી
  • આજથી ઉમેદવારોને શારિરીક કસોટી માટે બોલાવાયા
  • 8થી 31 જાન્યુઆરી 2025 સુધી ચાલશે શારિરીક કસોટી

LRD, PSI Physical Test: PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. તમામ મહિલા ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ

આજથી શરૂ થયેલી શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્વેટર-જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઇલેક્ટ્રોનિક ગેજેટ,ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પણ બહાર મુકી દેવામાં આવી રહી છે.ભૂતકાળમાં પણ પોલીસની ભરતીમાં દોડની પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ પેપર ફૂટ્યું હતું જેથી તે પરીક્ષા કેન્સલ થઈ હતી. ત્યારબાદ આજે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Weather : રાજયમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત

Advertisement

રાજ્યના 15 કેન્દ્રોમાં  શારીરિક કસોટી

પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર કન્ફર્મ થયા છે. તેઓ રાજ્યના નિર્ધારિત 15 પરીક્ષા કેન્દ્રો ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોલાવાયા છે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Gandhinagar: ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક, HMPVના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી  મહિલાઓની લોકરક્ષકની ટેસ્ટ લેવાશે

11 ગ્રાઉન્ડ પર પુરુષ ઉમેદવારોની PSI અને લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પુરુષ લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. તો 4 ગ્રાઉન્ડ પર મહિલા ઉમેદવારની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી શારીરિક ટેસ્ટ યોજાશે.જ્યારે 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી માત્ર મહિલાઓની લોકરક્ષકની ટેસ્ટ લેવાશે.રાજકોટમાં માજી સૈનિકો માટે બે દિવસ 28 અને 29 જાન્યુઆરીએ શારીરિક કસોટી લેવાશે. રાજ્યમાં PSI, લોકરક્ષક, બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે. 12,472 જગ્યા ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.

Tags :
Advertisement

.

×