ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : કડીમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ 10 વર્ષનાં બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું

કડીનાં (Kadi) આદુંદરા કેનાલમાંથી 36 વર્ષીય પત્ની ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય બાળક પ્રકાશ પંચાલનો મૃતદેહ મળી આવ્યો હતો.
04:56 PM Jun 08, 2025 IST | Vipul Sen
કડીનાં (Kadi) આદુંદરા કેનાલમાંથી 36 વર્ષીય પત્ની ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય બાળક પ્રકાશ પંચાલનો મૃતદેહ મળી આવ્યો હતો.
Kadi_gujarat_first main
  1. કડીમાં વ્યાજખોરનાં ત્રાસથી શંખેશ્વરનાં પરિવારનો સામૂહિક આપઘાત (Mehsana)
  2. પતિ-પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
  3. વ્યાજખારોનાં ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો પરિવારજનો આક્ષેપ
  4. ત્રણેયનાં મૃતદેહ કડી સરકારી હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડાયા
  5. પોલીસને કારમાંથી સુસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો

મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકામાં પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની હચમચાવતી ઘટના બની છે. વ્યાજખોરનાં ત્રાસથી કંટાળીને પતિ-પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં (Narmada Canal) ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે. આ મામલે કડી પોલીસે ત્રણેય મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને કડી સરકારી હોસ્પિટલ પી.એમ અર્થે ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : વધુ એક મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આદુંદરા કેનાલમાંથી પત્ની, બાળક, બલાસર કેનાલમાંથી પતિનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકામાં શંખેશ્વરનાં દંપતીએ 10 વર્ષનાં પુત્ર સાથે નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કર્યો છે. પરિવારજનોનો આરોપ છે કે વ્યાજખોરનાં ત્રાસથી કંટાળીને પરિવારે આ પગલું ભર્યું છે. આ મામલે જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. માહિતી અનુસાર, કડીનાં (Kadi) આદુંદરા કેનાલમાંથી 36 વર્ષીય પત્ની ઉર્મિલાબેન પંચાલ અને 10 વર્ષીય બાળક પ્રકાશ પંચાલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કડીનાં બલાસર નર્મદા કેનાલમાંથી (Balasar Narmada Canal) 38 વર્ષીય પતિ ધર્મેશભાઈ પંચાલની લાશ મળી આવી હતી.

આ પણ વાંચો - IPL 2025 : બુકીનું 100 કરોડનું ઉઠમણું, MLA અને પોલીસે પતાવટના નામે તોડ કર્યા

કેનાલ પાસે પરિવારની કારમાંથી સુસાઇડ નોટ, મોબાઇલ મળ્યો

પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે કડીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. માહિતી છે કે પોલીસને તપાસ દરમિયાન કારમાંથી સુસાઇડ નોટ અને મોબાઈલ પણ મળી આવ્યો છે. પરિવારે સુસાઇડ નોટમાં પણ વ્યાજખોરોનાં (Moneylender) ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે કેનાલ પાસેથી પંચાલ પરિવારની કાર, સુસાઇડ નોટ અને મોબાઈલ કબજે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : સ્પોર્ટસ બાઇકનો 'શોખ' પૂરો કરવા યુવક ચોર બન્યો

Tags :
Balasar Narmada Canalfamily Committing Mass SuicideGUJARAT FIRST NEWSKadiKadi Government HospitalKadi PoliceMehsanaMoneylenderNarmada canalTop Gujarati News
Next Article