ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : નસબંધીનાં ઓપરેશન માટે કડીમાંથી 6 કેસ અડાલજ મોકલ્યા પરંતુ..!

આરોગ્ય વિભાગ દ્વારા કેસ ટુ કેસ તપાસમાં કડી તાલુકાનાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ કાંડ બહાર આવ્યો છે.
09:28 AM Dec 12, 2024 IST | Vipul Sen
આરોગ્ય વિભાગ દ્વારા કેસ ટુ કેસ તપાસમાં કડી તાલુકાનાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ કાંડ બહાર આવ્યો છે.
સૌજન્ય : Google
  1. Mehsana નાં નસબંધી કાંડમાં વધુ એક નવો કાંડ
  2. કાગળ પર નસબંધીનું ઓપરેશન કરાયું હોવાનો ઘટસ્ફોટ!
  3. કડી તાલુકાનાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કાંડ આવ્યો બહાર!

મહેસાણાનાં (Mehsana) નવી સેઢાવીમાં નસબંધી કાંડ બાદ હવે વધુ એક નવો કાંડ સામે આવ્યો છે. કાગળ પર નસબંધીનું ઓપરેશન થયું હોવાનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસ ટુ કેસ તપાસમાં કડી તાલુકાનાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ કાંડ બહાર આવ્યો છે. કડીમાંથી 6 કેસ અડાલજ મોકલાયા હતા પણ ત્યાં 5 જ ઓપરેશન થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક ઓપરેશન માત્ર કાગળ પર દર્શાવાયું હતું. આ મામલે તાલુકા હેલ્થ ઓફિસર કાર્યવાહી કરશે.

આ પણ વાંચો - Rajkot : 'અસલી' કચેરીમાં 'નકલી' દસ્તાવેજનું મસમોટું કૌભાંડ! આ 3 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

કાગળ પર નસબંધીનું ઓપરેશન કર્યાંનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

મસેસાણામાં (Mehsana) થોડા દિવસ પહેલા નવી સેઢાવી ગામ નજીક રહેતા એક યુવાને આરોપ કર્યો હતો કે લલચાવી ફોસલાવી તેનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ મામલે તપાસ થતાં મસમોટા નસબંધી કાંડનો (Sterilization Scandal) પર્દાફાશ થયો હતો. નસબંધી માટે ટાર્ગેટ મુજબ કામગીરી આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ તપાસમાં થયો હતો. ત્યારે વધુ એક કાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર, આરોગ્ય વિભાગ દ્વારા કેસ ટુ કેસ તપાસમાં કડી (Kadi) તાલુકાનાં મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કાંડ બહાર આવ્યો છે, જેમાં માત્ર કાગળ પર નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો - GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશ્નર

કડીમાંથી 6 કેસ અડાલજ મોકલ્યા પણ ઓપરેશન 5 નાં થયા

પ્રાપ્ત અહેવાલ આનુસાર, કડી તાલુકામાંથી 6 જેટલા કેસ નસબંધી માટે અડાલજ (Adalaj) મોકલવામાં આવ્યા હતા. પરંતુ, આ 6 પૈકી 5 નસબંધીનાં ઓપરેશન થયા હતા, જ્યારે એક ઓપરેશન માત્ર કાગળ પર થયું હોવાનો ખુલાસો થયો છે. કલ્યાણપુરાનાં મજૂરનું માત્ર કાગળ પર નસબંધીનું ઓપરેશન કરાયું હોવાની વિગત સામે આવી છે. બીજી તરફ આરોગ્ય વિભાગે (Health Department) કાગળ પર નસબંધી કાંડ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલો સામે આવતા તાલુકા હેલ્થ ઓફિસર તપાસ કરશે.

આ પણ વાંચો - Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો

Tags :
AdalajBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKadiLatest News In GujaratiMedha Primary Health CenterMehsanaNavi SedhaviNews In GujaratiSterilization OperationsSterilization ScandalTaluka Health Officerકાગળ પરનસબંધી કાંડમેઢા
Next Article