Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી, 4થી 10 માર્ચ વચ્ચે રહેશે વાતાવરણમાં પલટો

Gujarat: પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે
gujarat  માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી  4થી 10 માર્ચ વચ્ચે રહેશે વાતાવરણમાં પલટો
Advertisement
  1. 4 થી 10 માર્ચ દરમિયાન વિક્ષેપના કારણે વાતાવરણમાં થશે પલટો
  2. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી
  3. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે તેવી આગાહી

Gujarat Weather Alert: ઉનાળાની શરૂઆત થઈ હોવાનું અત્યારે અનુભવાઈ રહ્યું છે. ત્યારે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાત (Gujarat)માં માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. આગામી 4 થી 10 માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી શકે છે, જે તે વિસ્તારમાં હવામાનના વિક્ષેપના કારણે બની શકે છે. નોંધનીય છે કે, આ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Uttarakhand Avalanche : 55 માંથી 47 કામદારો કરાયા રેસ્ક્યૂ, 8 કામદારો હજુ ફસાયેલા

Advertisement

10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડી શકે છે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્ય (Gujarat)ના કેટલાક વિસ્તારમાં ખાસ કરીને 4થી 10 માર્ચ વચ્ચે વરસાદી છાંટા પડી શકે છે, આથી રાજ્યના ખેડૂતોને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળામાં અસ્થાયી વરસાદી છાંટા અને વાદળછાયા વાતાવરણની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે. નોંધયની છે કે, 10 માર્ચ પછી હવામાનમાં પલટો થવા સાથે રાજ્યમાં આકરી ગરમીની પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: Bhavnagar શહેરનો કરૂણ બનાવ! માતાએ નવજાત બાળકને કાંટામાં ફેકી દીધું

રાજ્યમાં માર્ચ મહિનામાં જ હિટ વેવની આગાહી

આગાહી પ્રમામે રાજકોટ, સુરત, અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં ગરમીના દરમાં વધારો થઈ શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, માર્ચ મહિનાના મધ્ય અને અંતિમ દિવસોમાં હિટ વેવની શક્યતા પણ રહે છે. આગાહી મુજબ જરૂરી તૈયારી કરવા અને લઘુતમ પરિપ્રેક્ષ્યમાં વાતાવરણના બદલાવ પર નજર રાખવાની સલાહ આપી છે. ખેડૂતો માટે માવઠાની શક્યતા અને બાદમાં આકરી ગરમીની આગાહી સામે સાવચેત રહેવું જરૂરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×