Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો

Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), જ્યારે રમેશ કટારા (Ramesh Katara), સંજયસિંહ મહિડા (Sanjaysinh Mahida), દર્શના વાઘેલા (Darshna Vaghela), પીસી બરંડા (P. C. Baranda) એ રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે પોતાની જવાબદારી સંભાળી
gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો
Advertisement
  • Gujarat: દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો
  • આજે નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પદભાર સંભાળ્યો
  • રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંજયસિંહ મહિડાએ ચાર્જ સંભાળ્યો

Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), જ્યારે રમેશ કટારા (Ramesh Katara), સંજયસિંહ મહિડા (Sanjaysinh Mahida), દર્શના વાઘેલા (Darshna Vaghela), પીસી બરંડા (P. C. Baranda) એ રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે પોતાની જવાબદારી સંભાળી હતી.

નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પદભાર સંભાળ્યો

આજે નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પદભાર સંભાળ્યો છે. અર્જુન મોઢવાડીયા વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની જવાબદારી તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગનો પણ હવાલો સંભાળશે. જેમાં અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia)એ જણાવ્યું છે કે આજથી જ મેં કામગીરી શરૂ કરી છે. વિભાગના અધિકારીઓની મિટિંગ રાખી છે. પ્રધાનમંત્રીના આ બધા જ પ્રિય વિભાગો છે. નવા આયામો સિધ્ધ થાય તેવા પ્રયાસ રહેશે.

Advertisement

Advertisement

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંજયસિંહ મહિડાએ ચાર્જ સંભાળ્યો

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંજયસિંહ મહિડાએ ચાર્જ સંભાળ્યો છે. જેમાં સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પોતાની ઓફિસમાં પૂજા વિધિ કરી છે. તથા ઓફિસમાં પૂજા વિધિ કર્યા બાદ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. મહેસૂલ, પંચાયત, ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી છે. તથા મોટી સંખ્યામાં શુભેચ્છકોએ સંજયસિંહ મહિડાને શુભેચ્છા આપી છે. તથા રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાએ પદભાર સાંભળ્યો છે. જેમાં સમર્થકોની હાજરીમાં પૂજા વિધિ કરીને રમેશ કટારાએ મંત્રી તરીકે ચાર્જ લીધો છે. જેમાં પશુપાલન, કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રીનો પદભાર સંભાળ્યો છે. તથા સહકાર અને ગૌસંવર્ધન મંત્રી તરીકે પણ તે કામગીરી કરશે.

રાજ્યની જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો: પી.સી.બરંડા

રાજ્યકક્ષાના મંત્રી તરીકે પી.સી.બરંડાએ પદભાર સંભાળ્યો છે. જેમાં પી.સી.બરંડાએ પૂજા વિધિ કરીને મંત્રી તરીકે પદભાર સંભાળ્યો તેમાં આદિજાતિ, પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તરીકે પરિવારજનો અને કાર્યકરોની હાજરીમાં ચાર્જ લીધો છે. ત્યારે પી.સી.બરંડાએ જણાવ્યું છે કે છેવાડાના લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરીશ. IPS તરીકે પણ સરકાર સાથે કામ કરવાનો અનુભવ છે. તથા રાજ્યની જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું.

રાજ્યકક્ષાનાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ સંભાળ્યો ચાર્જ

રાજ્યકક્ષાનાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ (Darshanaben Vaghela) આજે ચાર્જ સંભાળ્યો હતો. વિધિવત રીતે મંત્રી દર્શનાબેન વાઘેલાએ ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયની રિબિન કાપીને મંત્રી દર્શનાબેને પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે દર્શનાબેન વાઘેલાનાં સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંત્રીની ખુરશી પર કુંવાસી બાળકીને બેસાડીને મંત્રી દર્શનાબેન વાઘેલાએ પૂજન કર્યું હતું. કુંવાસીનાં પૂજન બાદ દર્શનાબેને શુભેચ્છાઓ સ્વીકારી હતી.

આ પણ વાંચો: Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર

Tags :
Advertisement

.

×