Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે Pankaj Joshi એ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ગુજરાત દરેક ક્ષેત્રમાં..!

પંકજ જોશી CMO કાર્યલયમાં ફરજ બજાવતા હતા અને હવે તેઓ 20 ઓક્ટોબર, 2025 સુધી ચીફ સેક્રેટરી પદે રહેશે.
રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે pankaj joshi એ સંભાળ્યો ચાર્જ  કહ્યું  ગુજરાત દરેક ક્ષેત્રમાં
Advertisement
  1. રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે Pankaj Joshi એ ચાર્જ સંભાળ્યો
  2. 32 માં મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો
  3. ચાર્જ સંભળ્યા બાદ નવા મુખ્ય સચિવનું નિવેદન
  4. ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે : પંકજ જોશી

Gandhinagar : રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો છે. આ સાથે પંકજ જોશીએ (Pankaj Joshi) રાજ્યનાં 32 માં મુખ્ય સચિવ (Chief Secretary of the State) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ પંકજ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે. ગુજરાતનો વિકસિત વિકાસ થાય તે અમારૂં લક્ષ્યાંક છે.

જણાવી દઈએ કે, વર્ષ 1989 ની બેચનાં IAS પંકજ જોશીએ આજે રાજ્યનાં 32 માં મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. પંકજ જોશી (Pankaj Joshi) CMO કાર્યલયમાં ફરજ બજાવતા હતા અને હવે તેઓ 20 ઓક્ટોબર, 2025 સુધી ચીફ સેક્રેટરી પદે રહેશે. મુખ્ય સવિચ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ છે અને ગુજરાતનો વિકસિત વિકાસ થાય તે અમારૂં લક્ષ્યાંક છે. પંકજ જોશી અંગે વાત કરીએ તો વર્ષ 1989માં 21 ઓગસ્ટનાં રોજ IAS માં જોડાયા હતા. તેમના નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યને કારણે તેમને રાજ્યનાં વહીવટમાં આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : દૂધ સાગર ડેરી બોનસ કેસમાં આરોપી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જફ્રેમ

Advertisement

ગુજરાતની નાણાકીય વ્યવસ્થા, નીતિ-નિર્માણ પ્રક્રિયાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

પંકજ જોશી વર્તમાન સમયમાં ગુજરાતનાં મુખ્યમંત્રીનાં (CM Bhupendra Patel) અધિક મુખ્ય સચિવનું (ACS) પ્રતિષ્ઠિત પદ ધરાવે છે. ઉપરાંત, બંદરો અને પરિવહન વિભાગનાં ACS તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે. જ્યારે ભૂતકાળમાં તેમણે સરકારનાં નાણા વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ગુજરાતની નાણાકીય વ્યવસ્થા અને નીતિ-નિર્માણ પ્રક્રિયાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય વહીવટી સેવામાં એક પ્રતિષ્ઠિત કારકિર્દી ધરાવનાર એવા IAS પંકજ જોશી આવતા વર્ષે નિવૃત્ત થશે.

આ પણ વાંચો - Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી

IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું હતું

મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપનાર પંકજ જોશીનો (Pankaj Joshi) જન્મ 19 ઓક્ટોબર 1965 નાં રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેમણે શાળાકીય અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ ઉત્તરાખંડમાં જ કર્યો. પંકજ જોશીએ 1989 માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT), દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાં વિશેષતા સાથે સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું. IAS અધિકારી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન એન્જિનિયરિંગમાં તેમના મજબૂત શૈક્ષણિક પાયાએ જાહેર વહીવટ અને નીતિ-નિર્માણ પ્રત્યેનાં તેમના અભિગમને ખૂબ પ્રભાવિત કર્યો છે.

આ પણ વાંચો - VADODARA : પાલિકાના કર્મચારીને લાગ્યો કોમ્પ્યુટર ગેમનો ચસ્કો

Tags :
Advertisement

.

×