Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : HNGU નાં કુલપતિ અને રજિસ્ટ્રાર ફરિયાદ આપવા પહોંચ્યા, શંકાસ્પદનાં નામ આપશે!

HNGU નાં કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ ફરિયાદ આપવા માટે B ડિવિઝન પોલિસ મથકે પહોંચ્યા હતા.
patan   hngu નાં કુલપતિ અને રજિસ્ટ્રાર ફરિયાદ આપવા પહોંચ્યા  શંકાસ્પદનાં નામ આપશે
Advertisement
  1. Patan HNGU માં MBBS કૌભાંડ મામલે મોટા આવ્યા સમાચાર
  2. કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ ફરિયાદ આપવા પહોંચ્યા
  3. B ડિવિઝન પોલિસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા, પોલીસે કાર્યવાહી શરૂ કરી
  4. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ અહેવાલ અને શંકાસ્પદનાં નામ પોલીસને સોંપાયા

Patan : HNGU માં MBBS ગુણ સુધારા કૌભાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. HNGU નાં કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ ફરિયાદ આપવા માટે B ડિવિઝન પોલિસ મથકે (B Division Police Station) પહોંચ્યા હતા, જ્યારે તેમની ફરિયાદ લેવામાં આવી છે. રાજ્ય શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ અહેવાલ અને કૌભાંડમાં સંડોવાયેલા શંકાસ્પદનાં નામ યુનિ. દ્વારા પોલીસને આપવામાં આવશે, જે પ્રમાણે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો - Ahmedabad : પાલડીનાં બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું, 60-70 લાખની રોકડ મળી, તસવીરો જોઈ ચોંકી જશો!

Advertisement

Advertisement

ઉતરવહી બદલી 3 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

જણાવી દઈએ કે, પાટણની (Patan ) HNGU માં MBBS નાં પ્રથમ વર્ષમાં પુનઃમૂલ્યાંકનમાં ઉતરવહી બદલી 3 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચાયું હતું. આ કૌભાંડ સામે આવતા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગની ટીમની રચના કરી આ કૌભાંડની સઘન તપાસ અને કૌભાંડમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ત્યારે હવે રાજ્ય શિક્ષણ વિભાગની (State Education Department) ટીમ દ્વારા તપાસ અહેવાલ અને કૌભાંડમાં સંડોવાયેલા શંકાસ્પદનાં નામ યુનિ. દ્વારા પોલીસને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Junagadh : પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિની દાદાગીરી! જાહેરમાં યુવક પર હથોળીથી હુમલો કર્યો

HNGU નાં કુલપતિ અને રજિસ્ટ્રાર ફરિયાદ નોંધાવવા પો. મથકે પહોંચ્યા

માહિતી અનુસાર, HNGU નાં કુલપતિ ડો. કે.સી. પોરિયા અને રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ ફરિયાદ આપવા માટે B ડિવિઝન પોલિસ મથકે (B Division Police Station) પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરશે. જણાવી દઈએ કે, વર્ષ 2018-19 નાં આ કૌભાંડ અંગે અગાઉ યુનિ. બચાવો સંઘર્ષ સમિતિનાં પ્રમખે લેખિતમાં રજૂઆત કરી હતી. ગુણ કૌભાંડ મુદ્દે ચર્ચા કરવા કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો - Gandhinagar : સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા TET-TAT ઉમેદાવારોનું અનોખું 'ટપાલ અભિયાન'!

Tags :
Advertisement

.

×