Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : 6 માસના અપહ્યુત બાળકને પોલીસે 17 કલાકમાં શોધી લાવી માતા-પિતાને સોંપ્યું, લોકોએ PI ને ફૂલેડે વધાવ્યાં

છેલ્લાં 25 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બનેલા બે બાળ અપહરણના કેસમાં Gujarat Police ની ત્વરિત કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં સફળતા હાંસલ થઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન ભરબપોરે બજારમાંથી 6 માસના બાળકને ઉપાડી જનારી મહિલાને 17 કલાકના ગાળામાં શોધી કાઢી ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પોલીસે બાળકને હેમખેમ બચાવી વાલીઓને સોંપ્યું છે.
gujarat police   6 માસના અપહ્યુત બાળકને પોલીસે 17 કલાકમાં શોધી લાવી માતા પિતાને સોંપ્યું  લોકોએ pi ને ફૂલેડે વધાવ્યાં
Advertisement

નવજાત શીશુઓથી લઈને નાના બાળકોના અપહરણના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં Gujarat Police ના ચોપડે ચઢેલાં છે. કેટલાંક શોધાયા છે તો કેટલાંક હજુ પણ વણ ઉકેલાયેલા છે. છેલ્લાં 25 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બનેલા બે બાળ અપહરણના કેસમાં Gujarat Police ની ત્વરિત કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં સફળતા હાંસલ થઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન પડતર દિવસે ભરબપોરે બજારમાંથી 6 માસના બાળકને ઉપાડી જનારી એક મહિલાને 17 કલાકના ગાળામાં શોધી કાઢી ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકા પોલીસે (Kalol Taluka Police) બાળકને હેમખેમ બચાવી તેના વાલીઓને સોંપ્યું છે.

અપહરણના કેસમાં Gujarat Police વિલંબ નથી કરતી

રાજ્ય પોલીસની કામગીરીને લઈને લોકોને ભલે અનેક ફરિયાદો હોય, પરંતુ Gujarat Police અપહરણના કેસમાં ક્યારેય પણ ઢીલ નથી દાખવતી. અપહરણની માહિતી મળતાની સાથે જ પોલીસ એડીચોટીનું જોર લગાવી દે છે. દિવસ-રાતના ઉજાગરા કરીને પોલીસ ટીમ અપહ્યુતને નુકસાન પહોંચે તે પહેલાં છોડાવવા પ્રયત્નશીલ રહે છે. આરોપીની ધરપકડ કરતા પહેલાં પોલીસ અપહ્યુતને હેમખેમ બચાવવાનો હંમેશા આગ્રહ રાખે છે.

Advertisement

Advertisement

Gujarat Police એ 25 દિવસમાં બે બાળકોને છોડાવ્યા

ગત 26 સપ્ટેમ્બરની રાતે આઠેક વાગે સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન (Kadodara GIDC Police Station) ખાતે દોઢ વર્ષના બાળકના અપહરણની જાણ થાય છે. આ ઘટનાની માહિતી મળતા જ કડોદરા પીઆઈ અને એલસીબી પીઆઈની ટીમો કામે લાગી જાય છે. CCTV કેમેરાના ફૂટેજ તેમજ સ્થાનિક સંપર્કો પાસેથી મળેલી માહિતીના આખી રાતની દોડધામ બાદ અપહરણ કરનારી મહિલાની ઓળખ મેળવે છે. અપહરણકાર મહિલાના પાડોશી પાસેથી મેળવેલી માહિતીના આધારે દંપતીને બારડોલી રેલ્વે સ્ટેશન (Bardoli Railway Station) ખાતેથી ઝડપી લઈ પોલીસ અપહ્યુત બાળકનો વહેલી પરોઢે કબજો છે. આવી જ એક ઘટના દિવાળીના તહેવારો દરમિયાન ઉત્તર ગુજરાતના કલોલ વિસ્તારમાં બની હતી. કલોલ તાલુકા પોલીસે કરેલી ત્વરિત કામગીરીના કારણે અપહ્યુતનો કબજો અને અપહરણકારની ધરપકડ સંભવ બની છે.

કેવી રીતે 6 માસના શાહરૂખનું થયું અપહરણ ?

કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં રહેતા કલાબહેન મીર તેમના ચાર પુત્રો પૈકી સૌથી મોટા સમીર (ઉ.વ. 6) અને સૌથી નાના શાહરૂખ તેમજ નણંદ તથા જેઠના દિકરા સાથે દિવાળીના તહેવાર હોય કલોલ ખાતે ફરવા ગયા હતા. બપોરે કલોલથી રિક્ષામાં બેસીને છત્રાલ બ્રિજ લુણાસણ રોડ પહોંચ્યા હતા. નણંદ લશાબહેનને તાવ આવતો હોવાથી દવા અને બામ લેવા મેડિકલ સ્ટોર્સ તરફ જઈ રહ્યાં હતાં. આ સમયે એક 40 વર્ષીય મહિલા અમારી નજીક ઉભી હોવાથી તેને સમય પૂછતાં તેમણે અઢી વાગ્યા હોવાનું કહ્યું હતું. વાતચીતમાં અજાણી મહિલાએ મારા સંતાનો વિશે વાત કરતા કલાબહેને તેમને ચાર દીકરા છે તેમજ એક જેઠનો દીકરો તેની માતાનું અવસાન થયું હોવાથી સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. છત્રાલ બ્રિજની સામેની બાજુએ દવાખાનું અને મેડિકલ સ્ટોર હોવાથી સર્વિસ રોડ પર લસ્સીની લારી પર દીકરા સમીર અને જેઠના દીકરા શાબીર (ઉ.વ. 8)ની સાથે શાહરૂખને મુકીને દવા લેવા ગયા હતા. બામની શીશી મેડિકલ સ્ટોર પર નહીં મળતા કલાબહેન પરત ફર્યા હતા. બંને બાળકો પાસે મુકેલો 6 મહિનાનો શાહરૂખ તેમના ખોળામાં નહીં જોતા કલાબહેને બાળકોની તેમજ લસ્સીની લારીવાળાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, લીલી સાડી પહેરેલી અજાણી મહિલા બાળકને લઈને ચાલી ગઈ છે.

નવું વર્ષ અપહ્યુતના માતા-પિતા માટે ખુશીઓ લાવી

હિન્દુ નવ વર્ષની પૂર્વ સંધ્યાથી નવા વર્ષની સવાર સુધી આંખનું મટકુ માર્યા વિના ભાગદોડ કરી રહેલી કલોલ તાલુકા પોલીસને સફળતા મળી હતી. બાળકના અપહરણ (Child Kidnapping) ની ઘટના બાદ પોલીસને લુણાસણ રોડ પર ગેલક્સી સોસાયટીમાં રહેતા મધીબહેનની હકિકત મળી હતી. પોલીસની જુદીજુદી ટીમોએ માહિતીના આધારે મહેસાણા જિલ્લાના અગોલ ગામ, અણદેજ તેમજ રામનગર ચેખલા ખાતે તપાસ કરતા મધીબહેનના લગ્ન પ્રહલાદભાઈ નાયક સાથે થયા હોવાની તેમજ તેમનું બે વર્ષ અગાઉ મૃત્યુ થયાની જાણકારી મળી હતી. હાલમાં મધીબહેન ચંદુભાઈ કાળી-પટેલ સાથે સાણંદ તાલુકામાં રહેતા હોવાની માહિતી મળતા માડાસર ગામે પહોંચી અપહરણકારનો મોબાઈલ ફોન નંબર મેળવ્યો હતો. નવા વર્ષની સવારે મોબાઈલ ફોન નંબરના આધારે લૉકેશન મેળવતા રિક્ષામાં બેસીને સાણંદ તરફ જતા મેડા આદરજ ગામેથી પોલીસે મધુબહેન નાયક (રહે. બિલેશ્વરપુરા, તા.કલોલ) ને સવારે 10.15 કલાકે અટકમાં લઈ બાળકનો કબજો મેળવ્યો. કલોલ તાલુકા પીઆઈ આર.આર.પરમારે (PI R R Parmar) અપહ્યુત બાળકને તેના માતા-પિતાને સોંપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર હાજર રહેલાં લોકોએ કલોલ પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસ પર પુષ્પવર્ષા કરી હતી. જ્યારે બાળકના માતા-પિતાએ પીઆઈ પરમાર અને સ્ટાફનો અશ્રુભીંની આંખે આભાર માન્યો હતો.

આ પણ વાંચો - Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત

Tags :
Advertisement

.

×