Gandhinagar: શિષ્યવૃત્તિ મુદ્દે ગાંધીનગરમાં દેખાવો, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
- ABVP અને વિદ્યાર્થીઓએ બિરસામુંડા ભવનમાં કર્યો વિરોધ
- મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના પરિપત્ર સામે વિરોધ
- પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ
Gandhinagar: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિધાર્થીઓ અને ABVPના ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધાનેરાના ખિમતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું, હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃતિ આપવા માટેની રજુઆત
નોંધનીય છે કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન આપવાના કારણે 60 હજાર વિધાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓ અને ABVP આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓ અને ABVPએ અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃતિ આપવા માટેની રજુઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે. સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે તે જોવું રહ્યું!
આ પણ વાંચો: Ban Mobile: દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ, 15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ
આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ


