રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, GPSC ચેરમેને ઉમેદવારોને કરી આ ખાસ અપીલ
- આજે GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવાઈ જે પૂર્ણ થઈ
- રાજ્યનાં 33 જિલ્લાનાં 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી
- પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, હજું સુધી એક પણ ફરિયાદ મળી નથી : હસમુખ પટેલ
Gandhinagar : આજે GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યા પર ભરતી માટે રાજ્યનાં 33 જિલ્લામાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. આ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) જણાવ્યું કે, શાંતિપૂર્ણ માહોલમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા પૂર્ણ થઈ છે. તમામ વહીવટી તંત્રે ખડેપગે કામ કર્યું તે બદલ અભિનંદન આપુ છું. અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી.
રાજ્યનાં 33 જિલ્લાનાં 754 કેન્દ્રોમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector Exam) પરીક્ષા યોજાઈ હતી. જે પૂર્ણ થઈ છે. આ અંગે GPSC ચેરમેન હસમુખ પટેલે (Hasmukh Patel) મીડિયાને જણાવ્યું કે, રાજ્યનાં 33 જિલ્લાઓમાં 754 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અત્યાર સુધી એક પણ ફરિયાદ મળી નથી. હસમુખ પટેલે વધુમાં કહ્યું કે, રાજ્યભરમાંથી 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ઉમેદવારો માટે GSRTC દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વહીવટી તંત્રે ખડેપગે કામ કર્યું તે બદલ અભિનંદન આપુ છું.
Surat માં GPSCની પરીક્ષામાં પોલીસનું સરાહનીય કાર્ય, 60થી 70 વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યા#SuratPolice #GPSCExams #StudentSupport @CP_SuratCity @GujaratPolice pic.twitter.com/3uYpQQYMzQ
— Gujarat First (@GujaratFirst) December 22, 2024
આ પણ વાંચો - Ahmedabad: બ્લાસ્ટ માસ્ટર માઈન્ડ આરોપીનો એક નહીં પરંતુ ત્રણને પતાવવાનો પ્લાન હતો, વાંચો આ અહેવાલ
'કેન્દ્રો પર HD કેમેરા હતા તે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો'
હસમુખ પટેલે જણાવ્યું કે, જે કેન્દ્રો પર HD કેમેરા હતા તે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. વર્ગ ખંડ રેકોર્ડિંગ થાય અને પેપર ન બહાર જાય, તેથી 3 દિવસથી કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા. સ્કૂલ પૂર્ણ થાય બાદ કેમેરા બંધ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વખતે જિલ્લાની ટીમ પેપર GPSC ખાતેથી લઇ ગઈ હતી. પરીક્ષાનો સાહિત્ય પણ અહીથી પહોંચાડશે. સાહિત્ય બાબતે એક જ વ્યક્તિની જવાબદારી રહે તે માટેનું આ આયોજન કરાયું છે. જિલ્લાનાં RAC, Strong રૂમમાં PSI ને જવાબદારી સોંપાઈ છે અને DYSP ને પણ જવાબદારી સોંપાઈમાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : ઝઘડિયા દુષકર્મ પીડિતાના પરિવારની મુલાકાત લેતા શક્તિસિંહ ગોહિલ
હસમુખ પટેલે ઉમેદવારોને કરી આ ખાસ અપીલ
હસમુખ પટેલે કહ્યું કે, કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા ન આપી શકે તે માટે ઉમેદવારનાં અંગૂઠા લેવાનું પણ નક્કી કરાયું હતું. OMR માં અંગુઠાનું નિશાન લાગવાનું નક્કી કર્યું. આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે. આ સાથે તેમણે ઉમેદવારોને અપીલ કરી કે, લેભાગુ તત્વોથી સાવધાન રહે. ઉમેદવારો આયોગ પર ભરોસો રાખે. કોઈપણ પગલું ઉમેદવારનાં હિતમાં હોય છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1,85,000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ


