Gandhinagar: કોટેશ્વરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પત્ની તેડવા ગયેલા પતિનું જ થયું અપહરણ
- પત્નીને તેડવા આવેલા પતિનું થયું અપહરણ
- પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કર્યું અપહરણ
- અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
Gandhinagar: અપહરણના કિસ્સાઓ તો તમે ઘણાં વાંચા હશે પરંતુ ગાંધીનગરમાં એક એવો કિસ્સો બન્યો છે જે ખરેખર ચોંકાવનારો છે. વાત એવી છે કે, આજથી બે દિવસ પહેલા અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન ગાંધીનગરમાં થયા હતાં. હવે લગ્નના માત્ર બે જ દિવસ થયા હતાં. તો પતિ ગાંધીનગર પોતાની પત્નીને લેવા માટે ગયો હતો.પરંતુ આ દરમિયાન તેનું અપહરણ થઈ ગયું. જો કે, ચોંકાવનારી વાત એ છે કે,ખુદ તેની પત્નીએ જ પતિનું અપહરણ કરાવ્યું હતું.
આ પણ વાંચો: આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી
પત્ની તેના પ્રેમી સાથે મળી કરાવ્યું યુવકનું અપહરણ
નોંધનીય છે કે, ગાંધીનગરમાં આવેલા કોટેશ્વરમાં પત્નીને તેડવા માટે ગયેલા પતિનું તેની પત્નીએ અપહરણ કરાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. વિગતો એવી સામે આવી છે કે, યુવતીને આ પતિ સાથે રહેવું નહોતું અને પહેલાથી જ તેનું કોઈ અન્ય યુવક સાથે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું. જેથી યુવતીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળીને આ યુવકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લગ્નને માત્ર હજી બે જ દિવસ થયાં હતાં.
આ પણ વાંચો: લ્યો બોલો! સાયબર ઠગો ખુદ પોલીસને પણ છેતરી ગયા, બેંક કર્મીની ઓળખ આપી 5 લાખ ખંખેર્યા
યુવક જીવે છે કે નહીં? અત્યારે પોલીસ માટે સૌથી મોટો સવાલ
પોલીસ આ મામલે તપાસ હાથ ધરી અને યુવતી અને તેના પ્રેમી સહિત અપહરણમાં સામે ચાર લોકોની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અડાલજ પોલીસ સ્ટેશન પર યુવકના સંબંધીઓ પણ આવી પહોંય્યાં હતાં. અત્યારે યુવક ક્યાં છે તેની હજી કોઈ ભાળ મળી નથી. યુવક જીવે છે કે પછી આ લોકોએ તેની હત્યા કરી દીધી છે તે પણ અત્યારે એક મોટો સવાલ છે? પરંતુ અત્યારે યુવકના અપહરણને લઈને તેના સ્વજનો પોલીસ મથલે પહોચ્યાં અને હોબાળો મચાવ્યો છે. આ સાથે સાથે સત્વરે યુવકની શોધ કરવા માટે માંગણી પણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Political controversy: લ્યો બોલો, આ જિલ્લામાં ભાજપના જ નેતા પક્ષના નેતાને ધારાસભ્ય નથી માનતા


