Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે થયું ઘર્ષણ

Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે બળપ્રયોગ કર્યો તેની નિંદા કરીએ છીએ’.
gandhinagar  ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર કર્યું વિરોધ પ્રદર્શન  પોલીસ સાથે થયું ઘર્ષણ
Advertisement
  1. શિક્ષકોની ભરતીને લઇ TET-TATના ઉમેદવારો મેદાને
  2. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરી અટકાયત
  3. પોલીસે બળપ્રયોગ કર્યો તેની નિંદા કરીએ છીએ:ચૈતર વસાવા

Gandhinagar: ગુજરાતમાં અત્યારે ટેટ-ટાટના ઉમેદવારો (TET-TAT pass candidates) ઘણા સમયથી વિરોધ કરી રહ્યાં છે. આજે પણ ગાંધીનગર (Gandhinagar)માં ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા આ બાબતે વિવાદ સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની તસવીરો અત્યારે સામે આવી છે. પ્રશ્ન એ થાય છે કે, ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે આવું વલણ કેમ? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)એ કહ્યું કે, ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે બળપ્રયોગ કર્યો તેની નિંદા કરીએ છીએ’.

પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરી અટકાયત

નોંધનીય છે કે, ટેટ-ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર આકરાપાણીએ થયાં છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. પાંચ માગણીઓને લઇ ધરણા પર ઉતર્યા હતાં. સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલાં પોલીસે અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતાં. નોંધનીય છે કે, પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ટેટ-ટાટના ઉમેદવારોની અટકાયત કરી જેને લઈને અત્યારે પોલીસ સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. આખરે કેમ પોલીસ દ્વારા ઉમેદવારો સાથે આવું વર્તન કરવામાં આવે છે?

Advertisement

Advertisement

આ પણ વાંચો: Surat: અગ્રવાલ શાળાના સ્કૂલવાનચાલકની ગંભીર બેદરકારીનો ભોગ બની માસૂમ વિદ્યાર્થિની

સરકાર આ મુદ્દે ગંભીર નથી, કાયમી શિક્ષક મૂકે તેવી માંગઃ ચૈતર વસાવા

ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, પોલીસે બળપ્રયોગ કર્યો તેની નિંદા કરીએ છીએ, 24 હજાર 700 શિક્ષકોની ભરતી થઈ નથી. બે વર્ષથી સરકાર ભરતી કરતી નથી, પોલીસે સરકારના ઇશારે બળપ્રયોગ કર્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ખુબ ઘટ હોવાનું પણ સામે આવ્યું છે. મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે.

આ પણ વાંચો: Rajkot: રૂપિયા માટે સાયબર ઠગોનો નવો કિમીયો, ઓનલાઈન કંકોત્રી આવે તો...

કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છેઃ પ્રફૂલ પાનસેરિયા

ટેટ-ટાટના ઉમેદવારના વિરોધ પ્રદર્શનને લઇ પ્રફૂલ પાનસેરિયા (Praful Pansheriya)નું નિવેદન સામે આવ્યું છે. પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું કે, 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છે. આચારસંહિતાના કારણે પણ થોડો વિલંબ થયો છે’. વધુમાં પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું કે, કોઇની વાતોમાં આવીને શિક્ષકોએ આંદોલન ન કરવું જોઇએ. સરકારે વાયદો કર્યો છે કે ભરતી થશે, એટલે ભરતી થશે જ’.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×