UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં !
- ખાનગી યુનિવર્સિટીઓની મંજૂરથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
- ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ UCG ધ્યાને આવી
- નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી
UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ! જેમાં રાજ્યમાં બેફામ ખાનગી યુનિવર્સિટીઓની મંજૂરથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ખાત્રજની ગાંધીનગર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર થઇ છે. તેમાં ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ UCG ધ્યાને આવી છે. તેમજ UGC એ રાજ્યની 8 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે.
નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી
નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી છે. તેમાં નિયમ મુજબ દરેક યુનિવર્સિટીએ કોર્સ, સ્ટાફ, રિસર્ચ સહિતની માહિતી વેબસાઈટ પર જાહેર કરવી ફરજિયાત છે. જેમાં ખાત્રજની ગાંધીનગર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર થઇ છે. જાહેરમાં મોટી મોટી જાહેરાત અને દાવા કરતી યુનિવર્સિટીની પોલ ખુલી છે. જેમાં ઉવારસદની જે.જી યુનિ, મણિનગરની ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી, સુરેન્દ્રનગર યુનિવર્સિટી, એમ કે યુનિવર્સિટી, કે એન યુનિવર્સિટી, ટીમ લીઝ સ્કીલયુનિવર્સિટી,પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલયુનિવર્સિટીએ માહિતી જાહેર કરી નથી.
દેશની 89 યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી
અગાઉ UGC દ્વારા એન્ટી રેગિંગ ગાઇડલાઇન જાહેર કરીને તમામ યુનિવર્સિટીઓને તેનું પાલન કરવા તેમજ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ પાસેથી એન્ટી રેગિંગ અંગેની પૂરતી વ્યવસ્થા અને સલામતી છે તેનું અંડર ટેકીંગ લઇને તમામ ડેટા સબમીટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ માટે દરેક યુનિવર્સિટીને યુજીસીએ નિર્ધારિત સમય પણ આપ્યો હતો. જો કે, દેશની 89 યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી અને ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat Rain: શક્તિ વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી


