Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યમાં થશે કમોસમી વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આગાહી

Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ આગાહી આપી છે. આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનો છે.
gujarat  રાજ્યમાં થશે કમોસમી વરસાદ  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આગાહી
Advertisement
  1. 3-4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે
  2. મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વરસાદ
  3. મધ્ય-દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે

Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં અત્યારે ઠંડીથી લોકોને રાહત મળી છે, જો કે સામે પાછી અંબાલાલ પટેલે કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી પણ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ આગાહી આપી છે. આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનો છે.

આ પણ વાંચો: Porbandar : કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસનાં ચોંકાવનારા ખુલાસા!

Advertisement

આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા કહ્યું કે, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ સહિતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તેવું પણ જણાવ્યું છે. આ વિસ્તારોમાં પણ વાદળછાયાં વાતાવરણના કારણે વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ 5 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં ચમકારો આવશે અને લોકોને ભારે ઠંડીનો અનુભવ થવાનો છે.

Advertisement

આ પણ વાંચો: Satadhar Vivad : વિજયબાપુ સામે ગંભીર આક્ષેપનો વધુ એક વીડિયો આવ્યો સામે

5 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે

નોંધનીય છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ફરી એક વખત વરસાદી માવઠું પડી શકે તેવી આગાહી કરી છે. જેથી આગામી 4 દિવસ ગુજરાત રાજ્ય માથે કમોસમી વરસાદ (Unseasonal Rain)નું જોખણ તોળાઈ રહ્યું છે. જો કે, હવે જોવાનું એ રહે છે કે, કમોસમી વરસાદ કેટલા પ્રમાણમાં પડે છે. લોકોનું તો એવું માનવું છે કે, અંબાલાલ પટેલ દ્વારા જો આગાહી કરવામાં આવી છે તો વરસાદ આવવાનો જ છે!

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×