Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ
- રાજ્યની 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે
- રાજ્યમાં 16 મી ફેબ્રુઆરી, 2025 નાં રોજ મતદાન યોજાશે
- 18 મી ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈને તારીખોની જાહેરાત થઈ છે. રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા (Municipality) બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશે.
આ પણ વાંચો - Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ
16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન, 18 મીએ પરિણામ જાહેર થશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ, 27 જાન્યુઆરી, 2025 નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવા માટેની છેલ્લા તારીખ 1 ફેબ્રુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્ર ચકાસણી માટેની તારીખ 3 ફેબ્રુઆરી, 2025 અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2025 છે. જ્યારે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાશે અને18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થશે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.
આ પણ વાંચો - Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?
Local Self-Government Election Dates Announced : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર | GujaratFirst#LocalElections #GujaratPolls #ElectionDates #VotingDay #ElectionResults #MunicipalElections #GujaratFirst pic.twitter.com/ZDrdvfnf2X
— Gujarat First (@GujaratFirst) January 21, 2025
આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી
રાજ્ય ચૂંટણી પંચે (State Election Commission) પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, આજથી ચૂંટણીવાળા વિસ્તારમાં આચારસંહિતા અમલી બનશે. કેન્દ્રીય ચૂંટણી પંચનાં (Central Election Commission) આધારે મતદારયાદી પસંદ કરી વાંધા સૂચનો બાદ આખરી યાદી પ્રસિધ્ધ થાય છે. 4 હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલ ડ્યુ છે, જ્યાં 27 ટકા અનામતની કામગીરી ચાલી રહી છે. નજીકનાં સમયમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ યોજાશે.
આ પણ વાંચો - Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી


