Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : દાણીલીમડામાં આવેલા એક ફલેટમાં લાગી આગ, 21 દિવસની બાળકીનું મોત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગની ઘટના સામે આવી છે જેમા દાણીલીમડા (Danilimda) વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં( Khwaja Flat )લાગેલી આગમાં 21 દિવસની બાળકનું મોત થયું છે. મૃતક બાળકની ઉંમર એક વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આગ લાગતા 3...
ahmedabad   દાણીલીમડામાં આવેલા એક ફલેટમાં લાગી આગ  21 દિવસની બાળકીનું મોત
Advertisement

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગની ઘટના સામે આવી છે જેમા દાણીલીમડા (Danilimda) વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં( Khwaja Flat )લાગેલી આગમાં 21 દિવસની બાળકનું મોત થયું છે. મૃતક બાળકની ઉંમર એક વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આગ લાગતા 3 વ્યક્તિઓ દાઝ્યા છે. જેમાં ફ્લેટમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Advertisement

આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વહેલી સવારે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મણિનગર અને જમાલપુર ફાયરસ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા.

જેમાં ત્રણ લોકો સામાન્ય રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી લીધી હતી. ફ્લેટમાં રહેતા 30 લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.

આ  પણ  વાંચો-Idar District: જાદરના કલર ગોડાઉનમાં આગ લાગતા રૂ. 65 લાખનો માલ બળીને ખાખ

આ  પણ  વાંચો- Surat Bus Accident : કામરેજમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી

આ  પણ  વાંચો- Vadodara : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

Tags :
Advertisement

.

×