Ahmedabad : ખાનપુરના યુવાનનું બસમાં હાર્ટ એટેક આવતા મોત
રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. અમદાવાદના ખાનપુરમાં આશરે 29 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ થયુ છે. રાજસ્થાન તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ હર્ષ સંઘવી નામના યુવકને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. 2 વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.
અમદાવાદમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં ખાનપુરમાં 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ એટેક આવ્યો હતો. 2 વર્ષની દીકરી અને પત્ની સાથે રાજસ્થાન ગયો હતો
પરિવારમાં શોક વ્યાપી ગયો
શરૂઆતમાં તો આ યુવકને વધારાની ઠંડક આપવા પવન નાંખવામાં આવ્યો અને એકાદ બે ઘૂંટ પાણી પિવડાવવાનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ યુવાનને બેભાન હાલતમાં 108માં આ યુવાનને ઓશવાળ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તબીબોએ યુવાનને મૃત જાહેર કરતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાત્રે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના કારણે ખેલૈયાઓ અને પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો -ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી


