Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Narol Crime: દીકરીને રમાડવા આવેલા પતિને પત્નીએ પરિવારજનો સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો

Ahmedabad Narol Crime: અમદાવાદના નારોલમાં પતિની પત્નીએ તેના પરિવારજનો સાથે હત્યા કરાવી છે. આ મામલો જ્યારે પોલીસની સામે આવ્યો, ત્યારે સમગ્ર મામલા પરથી રહસ્યો ઉઠ્યા હતા. તે ઉપરાંત પત્ની દીકરી સાથે તેની માતાના ઘરે રહેતી હતી. પત્ની, સાસુ, સાળાએ મળીને...
ahmedabad narol crime  દીકરીને રમાડવા આવેલા પતિને પત્નીએ પરિવારજનો સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો
Advertisement

Ahmedabad Narol Crime: અમદાવાદના નારોલમાં પતિની પત્નીએ તેના પરિવારજનો સાથે હત્યા કરાવી છે. આ મામલો જ્યારે પોલીસની સામે આવ્યો, ત્યારે સમગ્ર મામલા પરથી રહસ્યો ઉઠ્યા હતા. તે ઉપરાંત પત્ની દીકરી સાથે તેની માતાના ઘરે રહેતી હતી.

  • પત્ની, સાસુ, સાળાએ મળીને પતિની કરી હત્યા
  • પતિ અને પત્ની બંને 3 વર્ષથી અલગ રહેતા હતા
  • શું હતો સમગ્ર મામલો ?

મળતી માહિતી મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તાર નારોલમાં ગઈકાલે સ્વપ્નિલ મેકવાન નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સ્વપ્નિલ મેકવાન જ્યારે તેની પત્ની સાથે રહેતી દીકરીને મળવા ગયો હતો. ત્યારે સ્વપ્નિલ મેકવાનને પત્ની, તેની માતા અને સાળાએ ઢોર મારમાર્યો હતો. આ મારથી સ્વપ્નિલ મેકવાનનું મોત નિપજ્યું હતું.

Advertisement

Ahmedabad Narol Crime

Ahmedabad Narol Crime

Advertisement

લગ્નના 3 વર્ષ બાદ પતિ-પત્ની અલગ થયા

ત્યારે આ મામલે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે પત્ની જુલી, સાસુ રેવાબેન ક્રિશ્ચન અને સાળા જોન્ટી ક્રિશ્ચનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્વપ્નિલ મેકવાને વર્ષ 2012 માં જુલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં નવ વર્ષની એક દીકરી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની જુલી અને સ્વપ્નિલ વચ્ચે મનમેળ નહીં હોવાથી બંને અલગ અલગ રહેતા હતા.

શું હતો સમગ્ર મામલો ?

પત્ની જુલી તેની નવ વર્ષની દીકરીને લઇને પોતાના માતા પિતાના ઘરે રહેવા જતી રહી હતી. બપોરના સમયે સ્વપ્નિલ પત્ની સાથે રહેતી દીકરીને રમળવા માટે શાંતુંમાસ્તરની ચાલી પહોંચ્યો હતો. જ્યાં પત્ની અને સાસુ દ્વારા સ્વપ્નિલને દીકરીને રમાડવાની ના પાડવામાં આવી હતી. ત્યારે બોલાચાલી દરમિયાન ઝઘડો ઉગ્ર બની ગયો હતો. ત્યારે સાળાએ સ્વપ્નિલને લાકડાના ડંડા વડે મારમાર્યો હતો. તેના કારણે તેનું ધટના સ્થળ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: GONDAL : ભર ઉનાળે આવ્યું માવઠું, જગતના તાત મુકાયા મુંઝવણમાં

Tags :
Advertisement

.

×