Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Police: આધુનિક અમદાવાદમાં મહિલા સુરક્ષા અંગે અતિઆધુનિક સુવિધા કરાઈ તૈયાર

Ahmedabad Police: ઘડિયાળના સેકન્ડ કાંટાની સાથે દિવસો માનવીય દિવસો અને જીવન બદલાઈ રહ્યું છે. કારણ કે... દિવસે અને દિવસે દુનિયાભરમાં વિવિધ સુવિઘાઓથી સજ્જ આધુનિકરણના માપદંડો માનવજાતિ માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારે આધુનિક સમયમાં માનવજાતિ દ્વારા સુવિધાની હરોળમાં સુરક્ષાના માપદંડો...
ahmedabad police  આધુનિક અમદાવાદમાં મહિલા સુરક્ષા અંગે અતિઆધુનિક સુવિધા કરાઈ તૈયાર
Advertisement

Ahmedabad Police: ઘડિયાળના સેકન્ડ કાંટાની સાથે દિવસો માનવીય દિવસો અને જીવન બદલાઈ રહ્યું છે. કારણ કે... દિવસે અને દિવસે દુનિયાભરમાં વિવિધ સુવિઘાઓથી સજ્જ આધુનિકરણના માપદંડો માનવજાતિ માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારે આધુનિક સમયમાં માનવજાતિ દ્વારા સુવિધાની હરોળમાં સુરક્ષાના માપદંડો તૈયાર કરવામાં આવે છે.

  • Street Light કેમેરા સાથે વીડિયો બોક્સ સ્થાપિત કર્યા છે
  • આગામી સમયમાં આ સંખ્યા 3,000 થી વધુ થઈ જશે
  • લાલ બટન દબાવ્યું હશે તેના વિઝ્યુઅલ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે

Street Light કેમેરા સાથે વીડિયો બોક્સ સ્થાપિત કર્યા છે

ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો સાથે હ્રદયના ધબકારા સમાન ધબકતા શહેર અમદાવાદમાં મહિલા સુરક્ષાને લઈને અનોખી સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જ્યારે કોઈ મહિલાને મુસાફરી દરમિયાન ભયની અનુભૂતિ થતી હોય, કે પછી... કોઈ આકસ્મિક ઘટના મહિલા સાથે ઘટશે તેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. તેવા સંજોગો માટે અમદાવાદ પોલીસ દ્વારા Street Light કેમેરા સાથે વીડિયો બોક્સ સ્થાપિત કર્યા છે.

Advertisement

આગામી સમયમાં આ સંખ્યા 3,000 થી વધુ થઈ જશે

આ પ્રોજેક્ટ પ્રથમ વખત ભારતમાં શરૂ થઈ રહ્યો છે. આ સ્ટ્રીટ વીડિયો બોક્સ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને પોલીસ સાથે વાત કરી શકશે. તેથી મહિલા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં અલગ અલગ 80 થી વધુ જગ્યાએ લાઈવ ફીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં આ સંખ્યા 3,000 થી વધુ થઈ જશે.

Advertisement

લાલ બટન દબાવ્યું હશે તેના વિઝ્યુઅલ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે

આ વીડિયો બોક્સ પ્રથમ વખત ગુજરાતમાં શરૂ થઈ રહ્યા છે. જેની ડિઝાઈન LND દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે Artificial Intelligence થી સજ્જ હશે. આ બોક્સમાં કોઈપણ મદદ માંગનારને એક લાલ બટન દબાવવાનું રહેશે અને તુરંત જ સામેની તરફ પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા એક્ટિવ થઈ જશે. લાલ બટન દબાવવાની સાથે બોક્સની અંદર આપેલા હાઈ રિઝોલ્યુશન નાઈટ વિઝન કેમેરા એક્ટિવ થઈ જશે. જે વ્યક્તિએ મદદ માટે લાલ બટન દબાવ્યું હશે તેના વિઝ્યુઅલ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે. અંતે 120 સેકેન્ડમાં અમદાવાદ પોલીસ પીડિત વ્યક્તિ પાસે આવી પહોંચશે.

અમદાવાદના અલગ અલગ ભીડવાળા સ્થળોએ પણ આ પ્રકારના કેમેરા લગાડવામાં આવ્યા છે. જે કેમેરા હાઇ રિઝોલ્યુશન ધરાવે છે અને સેન્સર આધારિત છે. જેથી કોઈ પણ સસ્પેક્ટ આ કેમેરામાં દેખાશે તેનું એલર્ટ તેના મેટા ફોટોગ્રાફ્સ એટલે કે એક સેકન્ડના 1,000 ક્લિક પ્રમાણેના ફોટોગ્રાફ્સ ફિલ્ટર કરી શકાશે. તેના આધારે શકમંદની તાત્કાલિક અટકાયત કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા થઈ શકશે.

આ પણ વાંચો: સુરત : કોસંબા નજીકથી જિલ્લા SOG તેમજ કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ૫૦૦ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો: FPPPA News: આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં થયો ઘટાડો

આ પણ વાંચો: Congress ની બીજી યાદી જાહેર, આ બેઠકો પર બળિયા ટકરાશે

Tags :
Advertisement

.

×