Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ફતેવાડીમાં જાહેરમાં થયેલી હત્યા કેસમાં પોલીસે 3 ને ઝડપ્યા, 2 હાલ પણ ફરાર

અમદાવાદ (Ahmedabad) શહેરનાં ફતેવાડી (Fatewadi) વિસ્તારમાં થયેલ હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો...
ahmedabad   ફતેવાડીમાં જાહેરમાં થયેલી હત્યા કેસમાં પોલીસે 3 ને ઝડપ્યા  2 હાલ પણ ફરાર
Advertisement

અમદાવાદ (Ahmedabad) શહેરનાં ફતેવાડી (Fatewadi) વિસ્તારમાં થયેલ હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારનાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, હાલ પોલીસે અન્ય ફરાર 2 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ફતેવાડીમાં યુવકની હત્યા

અમદાવાદના ફતેવાડી (Fatewadi) વિસ્તારમાં 18 જૂનની મોડી રાત્રે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મુસ્તકીમ ઉર્ફે મુસ્કીન પઠાણ, અલ્લારખા કુરૈશી સહિત કેટલાક લોકોએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફતેવાડી નાઝ પાર્લર પાસે સદ્દામ હુસૈન મોમીન નામનાં શખ્સ સાથે બોલાચાલી ઝઘડો કરીને જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, સદ્દામ હુસૈન મોમીન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતની જાણ પોલીસને થતાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisement

ફરાર આરોપીઓની શોધખોળ

પોલીસ એ અલ્લારખા કુરૈશી, સોહિલ સૈયદ અને અરબાઝ હુસૈન સૈયદ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 17 જૂનના દિવસે મૃતક સદ્દામ હુસૈન મોમીનને મસ્તાન મસ્જિદ પાસે મુસ્તકીમ ઉર્ફે મુસ્કીન પઠાણ, અલ્લારખા કુરૈશી અને અરબાઝ સૈયદ સાથે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. જે બાબતે મુસ્તકીમ ઉર્ફે મુસ્કીન પઠાણે સદ્દામ વિરૂદ્ધમાં પોલીસ (Ahmedabad Police) ફરિયાદ પણ દાખલ કરાવી હતી. જે અદાવતમાં આ બનાવ બન્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરીને અન્ય જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

અહેવાલ- પ્રદીપ કચિયા

આ પણ વાંચો - Ahmedabad : જુહાપુરા-ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા, તમામ આરોપીઓ ફરાર

આ પણ વાંચો - Kutch: આડા સબંધની આશંકાએ યુવકનું ઢીમ ઢાળી દેવાયું, ઝાડ સાથે બાંધી માર માર્યો અને…

આ પણ વાંચો - Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×