Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આગ ઝરતી ગરમી અને પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો, 2 બાળકોનો મોત

અમદાવાદમાં (Ahmedabad) કાળઝાળ ગરમી તથા પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદ વચ્ચે ઝાડ-ઉલટી, ડેન્ગ્યૂ, કમળા, ટાઇફોડ સહિતના વિવિધ રોગોના કેસમાં અઢળક વધારો થયો છે. મુખ્ય આરોગ્ય અધિકારીઓ આ અંગે માહિતી આપી છે. સાથે જ આરોગ્ય વિભાગે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેતી રાખવા...
ahmedabad   આગ ઝરતી ગરમી અને પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો  2 બાળકોનો મોત
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) કાળઝાળ ગરમી તથા પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદ વચ્ચે ઝાડ-ઉલટી, ડેન્ગ્યૂ, કમળા, ટાઇફોડ સહિતના વિવિધ રોગોના કેસમાં અઢળક વધારો થયો છે. મુખ્ય આરોગ્ય અધિકારીઓ આ અંગે માહિતી આપી છે. સાથે જ આરોગ્ય વિભાગે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેતી રાખવા અને યોગ્ય ડાયટ લેવાની લોકોને સલાહ આપી છે.

શહેરમાં વિવિધ રોગોના કેસમાં વધારો

આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ભાવિન સોલંકીએ (Bhavin Solanki) જણાવ્યું હતું કે, ગરમીના કારણે અમદાવાદમાં (Ahmedabad) રોગચાળો વકર્યો છે. સાથે જ પાણીજન્ય રોગોના કેસ પણ વધ્યા છે. તેમણે જણાવ્યું કે, આકરી ગરમીના કારણે ચાલુ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 1619 કેસ નોંધાયા છે. જ્યારે, કમળાના (jaundice) 161 કેસ, ટાઇફોઇડના (typhoid) 446 કેસ, કોલેરાને 28 કેસ, ડેન્ગ્યુના (dengue) 54 કેસ અને મેલેરિયાના 35 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાલુ વર્ષમાં અત્યાર સુધી પાણીનાં કુલ 4045 સેમ્પલ લેવાયા, જેમાંથી 118 સેમ્પલ અનફિટ મળ્યા છે. જ્યારે 590 સેમ્પલનો કલોરિન રિપોર્ટ નીલ આવ્યો છે.

Advertisement

મુખ્ય અધિકારી ભાવિન સોલંકી

Advertisement

હિટ ઇલનેશનાં 743 કેસ, 2 બાળકોનો મોત

ભાવિન સોલંકીએ આગળ કહ્યું કે, ચાલુ સપ્તાહમાં હિટ ઇલનેશનાં 743 કેસ નોંધાયા છે, જેમાં 2 બાળકોનાં મોત નીપજ્યા છે. તેમણે કહ્યું કે, 20 થી 25 મે સુધીમાં મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટર (urban health center) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કુલ 293 લોકોને ડિહાઈડ્રેશન, હિટસ્ટ્રોક (heatstroke) સંબંધિત ફરિયાદ થતા સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો - AHMEDABAD : સોલા સિવિલમાં 10% દર્દી હિટ સ્ટ્રોકના, ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા

આ પણ વાંચો - તપાસના નામે તંત્રના નાટક! સરકારી કચેરીઓમાં જ નથી ફાયર સેફ્ટીના ઠેકાણા

આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય માનવ અધિકાર પંચની ‘સાહેબો’ને નોટિસ

Tags :
Advertisement

.

×