Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji Prasad: અંબિકા ભોજનાલયમાં 22 જાન્યુ. થી વિના મુલ્યે મળશે ભોજન

Ambaji Prasad: અંબિકા ભોજનાલય ખાતે 22 જાન્યુઆરીથી ભક્તોને વિના મુલ્યે ભોજન મળશે. આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે દાતાશ્રીઓ પાસેથી દાન લેવામાં આવશે. મંદિર ટ્રસ્ટ ભંડોળમાંથી પણ સહયોગ લેવામાં આવશે. અંબાજી આવતા યાત્રિકોને ભોજન માટે ભોજનના આ સદાવ્રતમાં દાન આપવા માટે...
ambaji prasad  અંબિકા ભોજનાલયમાં 22 જાન્યુ  થી વિના મુલ્યે મળશે ભોજન
Advertisement

Ambaji Prasad: અંબિકા ભોજનાલય ખાતે 22 જાન્યુઆરીથી ભક્તોને વિના મુલ્યે ભોજન મળશે. આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે દાતાશ્રીઓ પાસેથી દાન લેવામાં આવશે. મંદિર ટ્રસ્ટ ભંડોળમાંથી પણ સહયોગ લેવામાં આવશે. અંબાજી આવતા યાત્રિકોને ભોજન માટે ભોજનના આ સદાવ્રતમાં દાન આપવા માટે આપ સર્વને દાન આપવા અપીલ છે.

Ambaji Prasad

Ambaji Prasad

Advertisement

દાતાશ્રીઓ એક થાળી માટે રૂ. 51 નું દાન, દિવસમાં એક ટાઈમ ભોજન દાન માટે રૂ. 51,000 અને સમગ્ર દિવસ માટે રૂ. 1,11,000 દાન સ્વરૂપે અંબિકા ભોજનાલય, અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સપેકટર કચેરી ખાતે આપી શકશે. અગામી સમયમાં મંદિર ટ્રસ્ટની વેબસાઈટ મારફતે પણ ઓનલાઈન ભોજનદાન માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

યાત્રાધામ અંબાજીનો મોહનથાળ પ્રસાદ વિશ્વભરમાં વિખ્યાત છે. માતાજીનાં ભકતો અંબાજી ખાતેથી મોહનથાળ અને ચિકકી પ્રસાદની ખરીદી કરે છે. વર્ષે લગભગ 1 કરોડથી વધારે પ્રસાદનાં બોકસનું અંબાજી ખાતે વેચાણ થાય છે. હાલમાં અંબાજી મંદિરની વેબસાઈટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રી-ડેવલોપ કરવામાં આવેલ છે. આ વેબસાઈટ મારફતે ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે.

Ambaji Prasad

Ambaji Prasad

પ્રાયોગિક ધોરણે ઓનલાઈન બુકીંગ શરૂ કરાશે

  • A, 80 ગ્રામનાં મોહનથાળનાં 5 પેકેટ
  • B, 200 ગ્રામ મોહનથાળનાં 2 પેકેટ
  • C, 100 ગ્રામનાં ચિકકીનાં 4 પેકેટ

અગરબત્તી અને કાપડની Carry Bag

બનાસકાંઠાના દાંતા તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા  ગૃહ ઉદ્યોગના ભાગરૂપે ગુણવત્તાયુકત કાપડ માંથી Carry Bag બનાવવામાં આવી છે. પ્લાસ્ટીક મુકત યાત્રાધામના થીમને યર્થાથ સ્વરૂપ આપવા અને સ્વચ્છતાના ભાગરૂપે રીયુઝેબલ થઈ શકે તેવી થેલીઓ બનાવવામાં આવી છે.

અહેવાલ શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો: Vadodara : ‘હરણી હત્યાકાંડ’માં 6 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

.

×