Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji : કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે માં અંબાના કર્યા દર્શન

Ambaji  : અંબાજી (Ambaji )દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા  બનાસકાંઠા સીટ ભારે બહુમતીથી જીતાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે મોદી સરકારના...
ambaji   કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે માં અંબાના કર્યા દર્શન
Advertisement

Ambaji  : અંબાજી (Ambaji )દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા  બનાસકાંઠા સીટ ભારે બહુમતીથી જીતાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે મોદી સરકારના કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) અંબાજી (Ambaji ) માતાના મંદિરમાં મંગળા પૂજા અર્ચન કરી  ધન્યતા અનુભવી હતી.

Advertisement

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત વહેલી સવારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં મંગલા આરતીમાં જોડાયા હતા. તેઓ શક્તિ દ્વારથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરાયું હતું. દર્શન કરીને ગજેન્દ્રસિંહ શેખાવત મીડિયા સાથે વાતચીત કરી હતી. અને અંબાજી મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત  કરી  હતી.

Advertisement

કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર નિવેદન આપતાં જણાવ્યું કે 'ન્યાય યાત્રા નીકળે છે ત્યાં શું થાય છે મારે કહેવાની જરૂર નથી.  છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે આ લોકો દેશને વિભાજિત કરવાનો અને ગુમરાહ કરવાનું કામ કરે છે' તેના માટે દેશની જનતા તેમને આગામી  સમય જવાબ આપશે.

આ  પણ  વાંચો - Amreli : અંબરીશ ડેરનું આજે શકિત પ્રદર્શન, કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે

આ  પણ  વાંચો - PM મોદીએ કોલકાતાને પ્રથમ અંડરવોટર મેટ્રોની ભેટ આપી, 520 મીટરની યાત્રા 40 સેકન્ડમાં પૂર્ણ થશે…

Tags :
Advertisement

.

×