Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના બાળકોએ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી પોલેન્ડના ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં રજૂ કરી

અહેવાલ-સંજય જોષી ,અમદાવાદ    ગુજરાતની ઝાંખીની પ્રતિતી અત્યારે વિદેશથી G-20 ના મહેમાનો માણી રહ્યા છે ત્યારે વિશ્વ મંચ પર પણ આપણા કલ્ચરને જોવાનો મોકો મળ્યો હતો .પોલેન્ડમાં 30 મો આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવ યોજાયો હતો. ગૌરવની વાત એ છે 12 દેશો...
અમદાવાદના બાળકોએ  ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી પોલેન્ડના ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં રજૂ કરી
Advertisement

અહેવાલ-સંજય જોષી ,અમદાવાદ 

Advertisement

ગુજરાતની ઝાંખીની પ્રતિતી અત્યારે વિદેશથી G-20 ના મહેમાનો માણી રહ્યા છે ત્યારે વિશ્વ મંચ પર પણ આપણા કલ્ચરને જોવાનો મોકો મળ્યો હતો .પોલેન્ડમાં 30 મો આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવ યોજાયો હતો. ગૌરવની વાત એ છે 12 દેશો જેવા કે, સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, યુ.એસ.એ, રશિયા, ફિનલેન્ડ,તુર્કી તેમજ પોલેન્ડના વિવિધ રાજ્યોના 7થી 8 ડાન્સ ગ્રુપ દ્વારા ભાગ લીધો હતો તેમાં ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડેમીના અમદાવાદથી 10થી 16 વર્ષના 15 બાળકો એ પણ ભાગ લીધો હતો . જેમણે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Advertisement

આ ફેસ્ટિવલ ગત 22થી 29 જુલાઈ પોલેન્ડના નોવી સોકઝ ખાતે યોજાયો હતો . આ આયોજન પોલેન્ડની સરકાર અને ત્યાંની મ્યુનિસિપલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમાં ઓપનિંગ સેરેમની બાદ પરેડ, વિવિધ દેશોના ડાન્સના પ્રોગ્રામ તેમજ ક્લોઝિંગ સેરેમનીનું પ્રસારણ દેશની રાષ્ટ્રીય ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું .

Image preview

ડાન્સની સાથે સાથે પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી:  તીર્થરાજ ત્રિવેદી

ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના ડાયરેક્ટર તીર્થરાજ ત્રિવેદીએ કહ્યું કે,અમારી સંસ્થા છેલ્લા છેલ્લા 12 વર્ષથી આ સંસ્થાની સભ્ય છે. આ મહોત્સવમાં બાળકોને ડાન્સની સાથે સાથે ત્યાંની પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી. હું છેલ્લા 22 વર્ષથી ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી ચલાવું છું. જ્યાં 4થી 14 વર્ષના બાળકોને વિવિધ પ્રકારની કલ્ચરલ પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. મને આનંદ છે કે, ગુજરાતી સંસ્કૃતિની ઝલક ફરી એકવાર વિશ્વ મંચ પર પ્રસ્તુત થઈ હતી. મને આનંદ છે કે હું આ સંસ્થા સાથે રહીને છેલ્લા 12 વર્ષથી આપણી પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિને વિદેશમાં કલ્ચરલ પ્રોગ્રામ થકી પ્રસ્તુત કરવાનું કાર્ય કરી રહ્યો છું. આપણા કલ્ચરને ખૂબ લોકો પસંદ પણ કરે છે. સંસ્થામાંથી આ પહેલા પણ બાળકો લંડન, કેનેડા, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ જેવા દેશોમાં આપણી ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરી ચૂક્યા છે.

નેશનલ ડે ના દિવસે 30 બાળકો એ 30 મિનિટ નું પરફોર્મન્સ કર્યું

આ ફેસ્ટિવલ માં એકેડેમી ના બાળકોએ 5 મિનિટ, 10 મિનિટ,15 મિનિટ, અને 30 મિનિટ ના ડાન્સ કર્યા હતા. ઓપનિંગ સેરીમની માં 5 મિનિટ અને ક્લોઝીંગ સેરીમની માં 15 મિનિટ નું પરફોર્મન્સ હતું. અને નેશનલ ડે ના દિવસે 30 બાળકો એ 30 મિનિટ નું પરફોર્મન્સ કર્યું.સમગ્ર પરફોર્મન્સ માં કોશ્ચ્યૂમ કેટેગરી માં પ્રથમ સ્થાન, બિહેવિયર કેટેગરીમાં પણ પ્રથમ સ્થાન અને પરફોર્મન્સ માં બીજા સ્થાને રહ્યા હતા. બધા બાળકો ને ત્યાં નવું કલ્ચર જોવાં મળ્યું. નવા બાળકો સાથે નવી રમતો પણ જોવા મળી હતી. બધા બાળકો એ એકબીજા નું કલ્ચર શેર કર્યું અને ખૂબ મજા કરી હતી.

આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી જે કોઈ પણ ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોક ફેર ફેસ્ટિવલ (CIOFF)ના સભ્ય છે તેમને જ આમંત્રણ આપવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ દેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવીને વિશ્વની વિવિધ દેશોની સંસ્કૃતિથી માહિતગાર કરાવવાનો છે. CIOFF ખૂબ જ જૂની અને UNESCO દ્વારા કાર્યરત સંસ્થા છે અને સરકાર સાથે તેમના મૈત્રી કરાર પણ છે.

આ પણ  વાંચો -VIBRANT GUJARAT GLOBAL SUMMIT-2024 પહેલા CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે થયાં આ મહત્વના MOU

Tags :
Advertisement

.

×