Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું

Gujarat Congress : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેમાં રાધનપુર ખાતે રહેતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા નવીન ચૌધરી પોતાના સમર્થકો સાથે વિધિવત...
congress   રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું
Advertisement

Gujarat Congress : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જેમાં રાધનપુર ખાતે રહેતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા નવીન ચૌધરી પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.  આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી.

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નવીનભાઈ કરમણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005 થી કોંગ્રેસમાં જોડાયા બાદ 2023 સુધી કોંગ્રેસ માટે ઘણી જ મહેનત કરી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં મહેનત કરનાર કાર્યકર્તાઓની કદર ન હોવાના કારણે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશનો થઈ રહેલ વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકર તરીકે આજે જોડાઈને દેશ અને જિલ્લાના વિકાસમાં સહભાગી બનીશ તેવી ખાતરી આપી હતી.

Advertisement

Advertisement

ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે એક પછી એક સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે, ભાજપ દ્વારા પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી. સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનાર મોટા ભાગના હોદ્દેદારોએ પાટણ બેઠક ઉપર સ્થાનિક અને નવા ઉમેદવારને મૂકવા માટેની લાગણી-માંગણી સાથે પોતાના અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે પાટણમાં લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ભાજપ કાર્યાલય ખાતે રઘુભાઇ હંબલ, વલ્લભ કાકડીયા, સીમા મોહીલીની અધ્યક્ષતામાં આજે આ ભાજપની સેન્સ પ્રકિયા રાખવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં અપેક્ષિત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. સેન્સ પ્રકિયામાં પાટણ લોકસભા બેઠક પર આશરે 133 અપેક્ષિત ઉમેદવારો હાજર રહ્યાં હતા.

આ  પણ  વાંચો  - Ahmedabad West : લોકસભા લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો

Tags :
Advertisement

.

×