Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CR Patil : સામ પિત્રોડાનાં નિવેદન સામે CR પાટીલના આકરા પ્રહાર! કહ્યું- કોંગ્રેસને લૂંટવાની ટેવ..!

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપમાં (BJP) ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અન્ય પક્ષના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીનો (BJP) કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે હવે દેવીપૂજક વિરાટ સંઘ ભાજપના ટેકામાં આવ્યો છે. ગાંધીનગર...
cr patil   સામ પિત્રોડાનાં નિવેદન સામે cr પાટીલના આકરા પ્રહાર  કહ્યું  કોંગ્રેસને લૂંટવાની ટેવ
Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપમાં (BJP) ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અન્ય પક્ષના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીનો (BJP) કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે હવે દેવીપૂજક વિરાટ સંઘ ભાજપના ટેકામાં આવ્યો છે. ગાંધીનગર (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે આજે દેવીપૂજક વિરાટ સંઘના (Devipoojak Virat Sangh) હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (CR Patil) હાજરીમાં ભાજપમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. દરમિયાન, સી.આર. પાટીલે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના (Sam Pitroda) નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસને હંમેશા લૂંટવાની આદત છે : CR પાટીલ

કોંગ્રેસ (Congress) નેતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ (inheritance tax) અંગેના નિવેદન સામે સી.આર.પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસ પર સામ પિત્રોડા હાવી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ તેમના વિચારો સાથે સહમત છે. CR પાટીલે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસને હંમેશા લૂંટવાની આદત છે. કોંગ્રેસને લોકોની સંપત્તિમાં ભાગ જોઈએ છે. તેમણે આગળ કહ્યું કે, સામ પિત્રોડાના વિચારથી દેશમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ આવે તો 55 ટકા હિસ્સો લઈ લેશે.

Advertisement

Advertisement

સી.આર.પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, કોંગ્રેસે કહ્યું હતું કે સરકારમાં આવીશું તો સંપત્તિનો સરવે કરાવીશું. સરવેમાં જે સંપત્તિ આવશે તે વહેંચી દઈશું. આ ઘુસણખોરોને સંપત્તિ આપવાની વાત છે. ભાજપ તેને ક્યારેય ચલાવી લેશે નહીં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવદેન બાદથી ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ત્યારે, કોંગ્રેસે પણ સામ પિત્રોડાના (Sam Pitroda) નિવેદનને તેમનો વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું.

સામ પિત્રોડાએ શું કહ્યું હતું ?

સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ (inheritance tax) મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં વારસાગત ટેક્સ છે. યુએસ સરકાર (US government) વારસાગત ટેક્સ 55 ટકા લે છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે.

આ પણ વાંચો - Sam Pitroda Controversy : સામ પિત્રોડાના નિવેદનને ટાંકી C.R. પાટીલે કોંગ્રેસને લીધી આડે હાથ!

આ પણ વાંચો - PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત

આ પણ વાંચો - Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

Tags :
Advertisement

.

×