Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Poonam Madam : આજથી પૂનમ માડમ પ્રચારનો શંખનાદ કરશે, જાણો દિવસભરના કાર્યક્રમ અંગે

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections 2024) લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેના ઉમેદવારોની બીજી યાદી ગઈકાલે એટલે કે બુધવારે જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના (Gujarat) 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ ગુજરાતની 26 બેઠકો પૈકી 22 પર...
poonam madam   આજથી પૂનમ માડમ પ્રચારનો શંખનાદ કરશે  જાણો દિવસભરના કાર્યક્રમ અંગે
Advertisement

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections 2024) લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેના ઉમેદવારોની બીજી યાદી ગઈકાલે એટલે કે બુધવારે જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના (Gujarat) 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ ગુજરાતની 26 બેઠકો પૈકી 22 પર બીજેપીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે બીજેપી લોકસભા ઉમેદવારો પૈકીના જામનગર લોકસભા બેઠક (Jamnagar Lok Sabha seat) પરના ઉમેદવાર પૂનમ માડમે (Poonam Madam) આજથી પ્રચારનો પ્રારંભ કરશે.

જામનગર લોકસભા બેઠકથી પરથી બીજેપીના (BJP) ઉમેદવાર પૂનમબેન માડમ (Poonam Madam) આજથી પ્રચારનો શુભારંભ કરશે. માહિતી મુજબ, તેઓ ઘરેથી પૂજા કરી અને માતાના આશીર્વાદ લઈ પ્રચાર માટે નીકળશે. આજે શહેરની ચાર કોલેજમાં પૂનમબેન માડમ જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લેશે. આજે સવારે 9.30 કલાકે પંચવટી કોલેજ પહોંચશે અને જનસંપર્ક કરશે. સવારે 10.30 કલાકે મહિલા કોલેજ (Mahila College) અને ત્યાર બાદ 11.15 કલાકે એમ.પી.શાહ કોમર્સ કોલેજ (MP Shah Commerce College), ત્યાર પછી 12 વાગ્યે હરીયા કોલેજ (Hariya College) પહોંચશે અને લોકો સાથે સંવાદ કરશે.

Advertisement

Advertisement

ચાર કોલેજોની મુલાકાત લીધા બાદ પૂનમબેન માડમ સાંજે 4 કલાકે રોડનું ખાતમુર્હૂત (કીર્તિપાનથી બાયપાસને જોડતો સી.સી.રોડ) કરશે. ત્યાર બાદ સાંજે 4.15 કલાકે સાલીગ્રામ હોસ્પિટલથી (Saligram Hospital) બાયપાસને જોડતા રસ્તો અને સાંજે 4.30 કલાકે ફેસ-2 ડેવલપમેન્ટ પ્રોજેકટ અને હેરિટેજ ચેઈનનું ખાતમુર્હૂત કરશે. ત્યાર પછી સાંજે 4.45 કલાકે એસ.ટી. બસ સ્ટેન્ડનાં નવીનીકરણનું ખાતમુર્હૂત કરશે.

આ પણ વાંચો - Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…

આ પણ વાંચો - VADODARA : ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટીકીટ આપી, જાણો કયા કામોને પ્રાથમિકતા અપાશે

આ પણ વાંચો - BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

Tags :
Advertisement

.

×