Download Apps
Home » BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

BJP Second Candidate List 2024: લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) ને હવે બહુ સમય બાકી રહ્યો નથી. BJP આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ત્યારે આજે 72 લોકોના નામ જાહેર કર્યા છે. BJP એ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

  • ગુજરાત :7
  • દિલ્હી : 2
  • હરિયાણા : 6
  • કર્ણાટક : 20
  • મધ્ય પ્રદેશ : 5
  • ઉત્તરાખંડ : 2
  • મહારાષ્ટ્ર : 20
  • તેલંગાણા : 06
  • ત્રિપુરા : 1
  • હિમાચલ પ્રદેશ: 2

ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જ જાહેર

અગાઉ 2 માર્ચે પાર્ટીએ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. ત્યારે આ વખતે ગુજરાતના વધુ 7 ઉમેદવારોના નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 10 વર્તમાન સાંસદોની ફરી એકવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તે ઉપરાંત BJP ની બીજી યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતના ઉમેદવારોની યાદી

અમદાવાદ પૂર્વની બેઠક પરથી હસમુખ પટેલ, સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર, ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયા, છોટાઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવા, વડોદરા બેઠક પરથી ફરી એકવાર રંજનબેન ભટ્ટ, સુરત બેઠક પરથી મુકેશ દલાલ અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલની લોકસભા ચૂંટણી 2024 માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેથી સુરત બેઠક પર દર્શના જરદોશ, સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ અને ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકીટ કપાઇ છે.

મહારાષ્ટ્રની બેઠકો પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

જ્યારે BJP ની બીજી યાદી જાહેર થઈ, ત્યારે Maharashtra પર ખાસ ફોકસ હતું. હાલમાં જ Shivsena પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં જોડાવાની ઓપન ઓફર આપી હતી. તેમની ઓફર પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્ર સીટો પર ચર્ચા થશે ત્યારે તેમાં નીતિન ગડકરીનું નામ સામેલ કરવામાં આવશે. કારણ કે… નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં નહોતું. હવે નીતિન ગડકરીને નાગપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

બીજી યાદીમાં 3 મુખ્યમંત્રીઓને સામેલ કરવામાં આવ્યા

બીજી યાદીની વિશેષતા એ છે કે તેમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર (Ex CM Manohar Lal Khattar) નો પણ સમાવેશ થાય છે. બીજા નંબરે બસવરાજ બોમાઈ અને ત્રીજા સ્થાને ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત છે. તેમને હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી છે. હાવેરી બેઠક પરથી કર્ણાટક (Karnataka) ના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ પસંદ કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

આ પણ વાંચો: ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા, પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પણ વાંચો: મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા

દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર