Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gadhada : સંપ્રદાય પર લાંછન લગાવતા સ્વામીઓ સામે હરિભક્તોમાં આક્રોશ, ટ્રસ્ટીઓને દૂર કરવાની પણ માગ!

ગઢડામાં (Gadhada) સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan) પર લાંછન લગાવતાં એવા કલંકિત સ્વામીનો બિભત્સ વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના (Swaminarayan Siddhant Hit Rakshak Samiti) નેજા હેઠળ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં...
gadhada   સંપ્રદાય પર લાંછન લગાવતા સ્વામીઓ સામે હરિભક્તોમાં આક્રોશ  ટ્રસ્ટીઓને દૂર કરવાની પણ માગ
Advertisement

ગઢડામાં (Gadhada) સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan) પર લાંછન લગાવતાં એવા કલંકિત સ્વામીનો બિભત્સ વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના (Swaminarayan Siddhant Hit Rakshak Samiti) નેજા હેઠળ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તો બેનરો લઈ વિરોધ દાખવવા પહોંચ્યા હતા. સંપ્રદાયમાં રહીને સંપ્રદાયને જ કંલકિત કરતાં સ્વામીઓ સામે હરિભક્તોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે અને આવા સ્વામીઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માગ કરી છે.

કલંકિત સ્વામીઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માગ

સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવનારા ગઢડાના ભગવતપ્રસાદદાસજી (Bhagwatprasadasji) નામના સાધુનો બિભત્સ વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુ સ્વામી મંડળના આ સ્વામીનાં વીડિયો વિવાદ બાદ હરિભક્તોમાં (Haribhaktas) ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કલંકિત સ્વામીઓ સામે હરિભક્તોએ બાંયો ચઢાવી છે અને આજે મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગઢડા (Gadhada) મંદિર પરિસરમાં હરિભક્તો બેનર સાથે આવ્યા અને કલંકિત સ્વામીઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માગ કરી રહ્યા છે.

Advertisement

હાલના ટ્રસ્ટીઓને દૂર કરીને મંદિર બચાવવા પણ માગ

હરિભક્તોનું કહેવું છે કે આવા કલંકિત સ્વામીઓને હટાવી સંપ્રદાયને બચાવવાનો છે. બાળકોનું શોષણ કરનારા, મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારા અને સંપ્રદાયમાં રહી લાંછન લગાડે એવી પ્રવૃત્તિ કરનારા તમામ સ્વામીઓને દૂર કરી સંપ્રદાયને (Swaminarayan) બચાવવો છે. આવા સ્વામીઓના કારણે સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે. તેમને દૂર કરવા જરૂરી છે. આ સાથે હરિભક્તોએ હાલના ટ્રસ્ટીઓને દૂર કરીને મંદિર બચાવવા પણ માગ કરી છે. નૌતમ સ્વામી (Nautam Swami) સામે હરિભક્તોએ હળાહળ રોષ ઠાલવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ મામલે Gujarat First ખીરસરા પહોંચ્યું, ગઢડામાં હરિભક્તોનો મોરચો

આ પણ વાંચો - Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો - ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

Tags :
Advertisement

.

×