Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Girnar Wall Painting: મહાશિવરાત્રીના મહાપર્વ પર પ્લાસ્ટિક જાગૃતિ માટે ભીત ચિત્ર સ્પર્ધાનું કરાયું આયોજન

Girnar Wall Painting: ગુજરાતમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળાનો તા.5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic) ની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે....
girnar wall painting  મહાશિવરાત્રીના મહાપર્વ પર પ્લાસ્ટિક જાગૃતિ માટે ભીત ચિત્ર સ્પર્ધાનું કરાયું આયોજન
Advertisement

Girnar Wall Painting: ગુજરાતમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળાનો તા.5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic) ની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • મહાશિવરાત્રીના પર્વે વોલ પેઈન્ટિંગનું કારયું આયોજન
  • કુલ 37 ચિત્રકારો દ્વારા વોલ પેઈન્ટિંગ કરાશે
  • ઉમેદવારોને સ્પર્ધા સમાપન બાદ પુરસ્કાર સોંપાશે

આ સંદર્ભે નાયબ વન સંરક્ષક (Forest Officer) અક્ષય જોશીએ જણાવ્યું કે, Environment Protection Act મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે. તેની અમલવારી માટે 3 સ્ટેશન ટીમ અને 3 મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના Entry Gate પર કાર્યરત છે.

Advertisement

Girnar Wall Painting

Girnar Wall Painting

Advertisement

કુલ 37 ચિત્રકારો દ્વારા વોલ પેઈન્ટિંગ કરાશે

તે ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનાર (Girnar) થીમ પર ભવનાથ તળેટી વિસ્તારમાં 2 દિવસીય વોલ પેઇન્ટિંગ (Wall Panting) સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના 37 જેટલા આર્ટિસ્ટ દ્વારા વોલ પેઇન્ટિંગ (Wall Panting) કરવામાં આવી રહી છે. આ સ્પર્ધાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ઉમેદવારોને સ્પર્ધા સમાપન બાદ પુરસ્કાર સોંપાશે

Girnar Wall Painting

આ સ્પર્ધાના માધ્યમથી લોકોને પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા સંદેશ પાઠવવામાં આવ્યો છે.ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા રંગબેરંગી ચિત્રો દિવાલ (Wall Panting) પર કંડારવામાં આવી રહ્યા છે. ચિત્રકારો દ્વારા ગિરનાર ગેઈટ, ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, રોપ વે પાર્કિંગ સહિતના સ્થળની દિવાલ પર વોલ પેઈન્ટિંગ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉમેદવારોને પુરસ્કાર આપી સન્માનિ કરાશે.

આ પણ વાંચો: PADRA : ચેક પોસ્ટ ઉપરથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 4 લાખનો મુદામાલ કરાયો જપ્ત

Tags :
Advertisement

.

×