Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણામાં યુવકનું નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરતાં આવ્યો હાર્ટ એટેક

રાજ્યમાં દિવસે દિવસે વધી રહેલા હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહીમહેસાણામાં વિદ્યાર્થીનું હોર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં નાગલપુર કોલેજમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થતા પંથકમાં ચકચાર મચી છે. નેટ પ્રેક્ટિસમાં બોલિંગ નાખતા હાર્ટ એટેક આવ્યો હતો. મનીષ પ્રજાપતિ નામના...
મહેસાણામાં યુવકનું નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરતાં આવ્યો હાર્ટ એટેક
Advertisement

રાજ્યમાં દિવસે દિવસે વધી રહેલા હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહીમહેસાણામાં વિદ્યાર્થીનું હોર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં નાગલપુર કોલેજમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થતા પંથકમાં ચકચાર મચી છે. નેટ પ્રેક્ટિસમાં બોલિંગ નાખતા હાર્ટ એટેક આવ્યો હતો. મનીષ પ્રજાપતિ નામના 20 વર્ષીય યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement

મહેસાણાના નાગલપુર કોલેજમાં બનાવ બન્યો

Advertisement

મહેસાણાના નાગલપુર કોલેજમાં બનાવ બન્યો છે. 20 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેટ પ્રેક્ટિસમાં બોલિંગ નાખતા હાર્ટ એટેક આવ્યો હતો. મનીષ પ્રજાપતિ નામના યુવકનું મૃત્યુ થતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. નાની ઉંમરે વધુ એક હાર્ટ એટેકથી મૃત્યુના સમાચાર શહેરમાં ફેલાતા યુવાનોમાં ભય ફેલાયો છે.

ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક કોઇ પણ અણસાર વગર આવી જાય છે.

ખરાબ જીવનશૈલીને કારણે પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે

પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં દુખાવો થવાની શક્યતા ઓછી હોય છે.

આ  પણ  વાંચો -સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો પ્રારંભ

Tags :
Advertisement

.

×