Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kachchh : સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 15 રૂ નો વધારો

અહેવાલ -કૌશિક છાયા,ક્ચ્છ ક્ચ્છ પશુપાલકોને માસિક રૂપિયા 1.25 કરોડ વધારે મળશે નવા ભાવો આગામી 1 ઓક્ટોબરથી લાગુ પડશે.જેથી પશુપાલકોમાં આનંદની લહેર પ્રસરી છે   કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા 14મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક...
kachchh   સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 15 રૂ નો વધારો
Advertisement

અહેવાલ -કૌશિક છાયા,ક્ચ્છ

ક્ચ્છ પશુપાલકોને માસિક રૂપિયા 1.25 કરોડ વધારે મળશે નવા ભાવો આગામી 1 ઓક્ટોબરથી લાગુ પડશે.જેથી પશુપાલકોમાં આનંદની લહેર પ્રસરી છે

Advertisement

Advertisement

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા 14મી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યકર્મ પ્રસંગે પશુપાલકોને ભેટ આપવામાં આવી છે જે પેટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 15 રૂપિયાનો વધારો કરી અને 815 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી પ્રતિ લી. ભેંસના દૂધના કામ ચલાઉ ભાવમાં પ્રતિ લી. 3 રૂ. જેવો વધારો થશે જેથી પ્રતિ લી. 57.05 રૂપિયા જેટલા ઊચા ભાવ મળતા થશે. જ્યારે ગાયના દૂધના ભાવ પણ 40.50 મળતા થશે જેના કારણે ડેરી તરફથી વાર્ષિક 15 કરોડનું વધુ ચૂકવણું પશુપાલકોને મળતું થશે. તેવું વલમજી હુંબલએ એક યાદીમાં જણાવ્યુ હતું.

સરહદ ડેરીએ પશુપાલકોને આપી ભેટ

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સરહદ ડેરી દ્વારા દૂધના ભાવોમાં ઘટાડો નહીં પરંતુ વધારો કરી અને પશુપાલકોને ભેટ આપવામાં આવી છે. સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી 1  તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે.

ત્યારે  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા ઉચ્ચ ગુણવતાયુક્ત સરહદ દાણ નિયમિત પશુઓને ખવડાવું જોઈએ અને બહારના ખોળ ભુસા થી દૂર રહી અને પશુઓના આરોગ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

આ  પણ  વાંચો -યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા બંધ રહેતા ભક્તો દર્શન કર્યા વિના પરત ફર્યા

Tags :
Advertisement

.

×