Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Kheda : ખેડાના (Kheda )ડાકોર મંદિરમાં (Dakor temple )છુટ્ટાહાથની મારામારી થઇ છે. જેમાં મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી હતી. તેમાં અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી.   છુટાહાથની...
kheda   ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
Advertisement

Kheda : ખેડાના (Kheda )ડાકોર મંદિરમાં (Dakor temple )છુટ્ટાહાથની મારામારી થઇ છે. જેમાં મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી હતી. તેમાં અગમ્ય કારણોસર કેટલાક દર્શનાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી.

Advertisement

છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં (Dakor temple) આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા. મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું

ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી.

આ  પણ  વાંચો - GANDHINAGAR : ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન

આ  પણ  વાંચો - VADODARA : વધારે પેટ્રોલ ભરાઇ ગયા બાદ થયેલી મગજમારીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું

આ  પણ  વાંચો - BJP Meeting : શું પરસોતમ રૂપાલાના વિવાદનો થશે અંત!, CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે

Tags :
Advertisement

.

×