Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahesana : નકલી ડિગ્રી પર નોકરી કરતાં હેલ્થ વર્કર ઝડપાયા,10 વર્ષથી કરતા હતા નોકરી

મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં નકલી ડિગ્રી પર 10 વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કર સામે આવ્યા છે. 11 હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો...
mahesana   નકલી ડિગ્રી પર નોકરી કરતાં હેલ્થ વર્કર ઝડપાયા 10 વર્ષથી કરતા હતા નોકરી
Advertisement

મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં નકલી ડિગ્રી પર 10 વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કર સામે આવ્યા છે. 11 હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો છે.

Advertisement

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો નકલી ડિગ્રી કાંડ જાહેર થયો

Advertisement

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો નકલી ડિગ્રી કાંડ જાહેર થયો છે. બહારના રાજ્યોની નકલી ડિગ્રીના સહારે રોજગારી મેળવી છે. રાજ્ય વિકાસ કમિશનર ટીમે કૌભાંડનો ભાંડો ફોડયો છે. મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી સાથે કમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કામ કરતા હતા. 10 વર્ષથી આરોગ્યમાં નકલી ડિગ્રીથી ફરજ બજાવતા હતા. જેમાં વિનાયક યુનિવર્સિટી તામિલનાડુ, હિલામયન યુનિવર્સિટી અરુણાચલ પ્રદેશ, સાંધાઈ યુનિવર્સિટી મણિપુર તેમજ માનવ ભારતી યુનિવર્સિટી હિમાચલ પ્રદેશની નકલી ડિગ્રી સામે આવી છે. ત્યારે

બનાવટી સર્ટીની ચર્ચાઓ ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો

વર્ષ 2011-12 માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા  ત્યારે  હવે નકલી સર્ટિફિકેટ હેલ્થ વર્કરોને છુટા કરાશે. જેમાં 11 હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું ખુલ્યું છે. તેમાં રાજ્ય વિકાસ કમિશનરની ટીમે નકલી ડિગ્રી કાંડનો ભાંડો ફોડયો છે. અગાઉ મહેસાણાના બેચરાજી પંથકમાં આવેલ નામાંકિત પ્રાઇવેટ કંપનીઓમાં મેનપાવર માટે અનેક લોકોને નોકરીએ રાખવામાં આવેલા હતા. જોકે અહીં રોજ આ કંપનીઓ સામે નોકરીની આસ લગાવી બેઠેલા પદવી વગરના લોકો માટે બેચારજીમાં એક દુકાન ખુલી હતી. તેજ સર્ટી અભણ લોકોને નામાંકિત કંપનીઓમાં નોકરી માટેનો આધાર બનતા હતા. જોકે એક પછી એક એમ મોટી સંખ્યામાં લોકો ડુપ્લિકેટ સર્ટિફિકેટ આધારે નોકરી પર જતાં હોય બનાવટી સર્ટીની ચર્ચાઓ ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો હતો.

આ  પણ  વાંચો -ગુજરાત સહિત 3 રાજ્યમાં ભૂકંપના આંચકા , વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×