Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur : 4 બાળક રમતા રમતા વીજળીના થાંભલા પાસે પહોંચ્યા, અચાનક લાગ્યો કરંટ, 1નું મોત

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાંથી (Palanpur) એક હૈયું કંપાવે એવી ઘટના સામે આવી છે. પાલનપુરના ગોબરી રોડ પર વીજળીના થાંભલા (electricity pole) પાસે કરંટ લાગવાથી 4 પૈકી એક 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકોનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક...
palanpur   4 બાળક રમતા રમતા વીજળીના થાંભલા પાસે પહોંચ્યા  અચાનક લાગ્યો કરંટ  1નું મોત
Advertisement

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાંથી (Palanpur) એક હૈયું કંપાવે એવી ઘટના સામે આવી છે. પાલનપુરના ગોબરી રોડ પર વીજળીના થાંભલા (electricity pole) પાસે કરંટ લાગવાથી 4 પૈકી એક 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકોનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, રમત રમતા વીજપોલ પાસે જતાં બાળકોને કરંટ લાગ્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

રમતા રમતા બાળકો વીજ થાંભલા પાસે પહોંચ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર (Palanpur) તાલુકાના ગોબરી રોડ ખાતે એક હચમચાવે એવી ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, 4 બાળકો રમતા રમતા વીજળીના થાંભલા (electricity pole) પાસે પહોંચ્યા હતા. દરમિયાન, ચારેય બાળકોને કરંટ લાગ્યો હતો. જો કે, ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, 4 પૈકી એક 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું.

Advertisement

4 પૈકી એક બાળકનું મોત

જ્યારે અન્ય 3 બાળકોનો આબાદ બચાવ થયો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. બાળકના આકસ્મિક મોતથી પરિવારજનો સહિત પંથકમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે (Palanpur police) અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, બાળકોને કરંટ કેવી રીતે લાગ્યો તેની સંપૂર્ણ હકીકત હાલ સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો - Panchmahal : ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા! સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ?

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : ધરપકડ બાદ 4 અધિકારીઓ સામે ACB પણ એક્શનમાં, મોડી સાંજે સર્ચ ઓપરેશન!

આ પણ વાંચો - Surat : મોડી રાતે પરિવારને તસ્કરોએ બંધક બનાવ્યો, ફાયરની ટીમે રેસ્ક્યૂ કરતા ખબર પડી કે..!

Tags :
Advertisement

.

×