Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : ગોધરા-ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યાં

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગોધરા ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેન (goods train) પાટા પરથી ઉતરી ગઈ હોવાની ઘટના બની છે. ગુડ્સ ટ્રેનનાં 10 જેટલા ડબ્બા પટરી પરથી ખસી પડ્યા હતા. જો કે, ગુડ્સ ટ્રેનનાં ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જવાની આ...
panchmahal   ગોધરા ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યાં
Advertisement

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગોધરા ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેન (goods train) પાટા પરથી ઉતરી ગઈ હોવાની ઘટના બની છે. ગુડ્સ ટ્રેનનાં 10 જેટલા ડબ્બા પટરી પરથી ખસી પડ્યા હતા. જો કે, ગુડ્સ ટ્રેનનાં ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જવાની આ દુર્ઘટનામાં અન્ય કોઈ નુકશાન નહિ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ મામલે કામગીરી હાથ ધરાઈ છે.

10 જેટલા ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતર્યાં

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા ટીંબા રોડ (Godhra Timba Road) પર સિમેન્ટનો જથ્થો ભરેલી એક ગુડ્સ ટ્રેનને અકસ્માત નડ્યો છે. માહિતી મુજબ, ગુડ્સ ટ્રેનનાં 10 જેટલા ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતાં ડબ્બા ખડી પડ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા રેલવે વિભાગ (railway department) દોડતું થયું હતું અને કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.

Advertisement

Advertisement

અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ

જો કે, ગુડ્સ ટ્રેનના (goods train) ડબ્બા કેવી રીતે ટ્રેક પરથી નીચે ઉતરી ગયા ? અકસ્માતની ઘટના કેવી રીતે બની ? ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે. હાલ સાચું કારણ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગોધરા-આંનદ (Godhra-Anand) વચ્ચે ડબલ ટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને 30 જૂન સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Botad : દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પીઢ નેતાની ધરપકડ, અન્ય આરોપીએ પોલીસ પકડથી બચવા ઝેરી દવા પીધી

આ પણ વાંચો - VADODARA : સિક્કિમમાં ફસાયેલો પરિવાર ટુંક સમયમાં પરત ફરશે

આ પણ વાંચો - Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

Tags :
Advertisement

.

×